કુદરતનો કરિશ્મા કે વિજ્ઞાનનો ચમત્કાર ! મૃત મહિલાએ આપ્યો બાળકને જન્મ, વીડિયો જોવાનું ના ભૂલતા

First baby born using uterus transplant from dead donor

First baby born using uterus transplant from dead donor

મેડિકલ ઇતિહાસમાં પહેલીવાર એવી ઘટના બની છે જેણે આખી દુનિયાને સ્તબ્ધ કરી દીધી છે. આમ ત્યારે બન્યું જ્યારે ગર્ભાશય ન ધરાવતી 32-વર્ષીય બ્રાઝિલની મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો. આ ત્યારે શક્ય બન્યું જયારે આ મહિલાના શરીરમાં એક મૃત મહિલાના ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.

પ્રથમ વખત કોઈ મૃત મહિલાનું ગર્ભાશય બીજી મહિલાના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. મેડિકલ સાયન્સમાં આ ઘટનાને ઐતિહાસિક તરીકે જોવાઈ રહી છે. દુનિયામાં ગર્ભાશય ન ધરાવતી મહિલાઓ માટે આ એક વરદાન સાબિત થઇ શકે છે.

અત્યારસુધી ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટના 11 સફળ ઓપરેશન થઇ ચૂક્યા છે પણ મૃત મહિલાના શરીરમાંથી ગર્ભાશય લઈને બીજી મહિલાના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી બાળકના જન્મની ઘટના પહેલી વાર છે. તમને જણાવી દઈએ કે આ બાળકી એક વર્ષની પણ થઇ ચૂકી છે અને એકદમ સ્વસ્થ છે.

1st baby born using uterus transplanted from deceased donor

જુઓ વીડિયો 

શું છે સમગ્ર ઘટના ?

મેડિકલ જર્નલ લાન્સેટમાં 4 ડિસેમ્બરના રોજ આવેલી જાણકારી મુજબ , ડૉક્ટરોએ 45 વર્ષીય મૃત મહિલાના ગર્ભાશયને 32 વર્ષીય મહિલાના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું. આ મહિલાના શરીરમાં ગર્ભાશય ન હતું પણ અંડાશય હતું જેથી IVF દ્વારા બાળકનો જન્મ શક્ય બન્યો। ટ્રાન્સપ્લાન્ટ કર્યાના 7 મહિના બાદ મહિલાની IVF ટ્રીટમેન્ટ કરવામાં આવી અને તુરંત જ આ મહિલાએ ગર્ભધારણ કર્યો અને 9 મહિના બાદ બાળકીને જન્મ આપ્યો. જન્મ આપ્યાના થોડા જ સમય બાદ મહિલાના શરીરમાંથી ગર્ભાશયને કાઢી નાખવામાં આવ્યું કેમ કે મહિલાની તબિયત માટે આ સારું ન હતું.

baby born from dead donor

કોના માટે સાબિત થશે વરદાન ?

આખી દુનિયામાં ઘણી મહિલાઓ ગર્ભાશય વગર જીવી રહી છે અને તેમના માટે માતૃત્વ ધારણ કરવું અશક્ય હોય છે ત્યારે આ મહિલાઓ માટે બાળકને દત્તક લેવું અથવા સેરોગેસીના વિકલ્પ બાકી રહેતા હોય છે. જો કે આ વિકલ્પમાં ઘણા બધા અવરોધો પણ હોય છે અને જેના કારણે આ અશક્ય બની જતું હોય છે. ત્યારે માતૃત્વ ધારણ કરવા માટે ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ તેમના માટે એક વરદાન સાબિત થશે.

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Congress MLA Gyasuddin Shaikh demands construction of over-bridge from Vasna APMC to Sarkhej

FB Comments

TV9 Web Desk1

Read Previous

અમદાવાદની જનતાને રાજ્ય સરકાર આપશે નવા વર્ષની સૌથી મોટી ભેટ, સમય અને પૈસા બંનેની થશે બચત

Read Next

ઑસ્ટ્રેલિયન કોચ: વિકેટ પડતાં જો કોહલીની જેમ ઉજવણી કરીએ તો અમે દુનિયા સૌથી બદ્તર વ્યક્તિ કહેવાઇએ

WhatsApp પર સમાચાર