ગુજરાત માટે મંગળવાર બન્યો અમંગળઃ નર્મદા, આણંદ, દાહોદ અને કચ્છમાં અકસ્માતની ઘટના

મંગળવારનો દિવસ ગુજરાત માટે અમંગળ રહ્યો. રાજ્યમાં સર્જાયેલા ગોઝારા અકસ્માતોમાં કુલ 4 લોકોના મોત થયા તો, 15થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. જેમાં નર્મદા, આણંદ, દાહોદ અને કચ્છમાં સર્જાયેલી દુર્ઘટનાના સર્જાઈ છે. નર્મદાના ગોલાતલાવડી પાસે એક બાઈક ડિવાઈડર સાથે ટકરાઈ હતી. જ્યાં બે યુવાનોના મોત થયા હતા. તો આ તરફ આણંદના બોરસદ-રાસ હાઈવે પર JCBની ટક્કરથી એક યુવાનનું મોત થયું હતું.

READ  VIDEO: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 69મા જન્મદિવસ નિમિત્તે મા નર્મદાના વધામણાં કરવા કેવડિયા કોલોની પહોંચ્યા

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા રાજ્યપાલની ભલામણ, શિવસેના સુપ્રીમ કોર્ટના શરણે

દાહોદમાં એક કાર ડિવાઈડર સાથએ અથડાઈ જતા કારચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. તો કચ્છના અંજાર તરફ એક ખાનગી બસે અચાનક પલટી મારી દેતા. 15 મુસાફરોને ઈજા પહોંચી હતી. જ્યાં 9 મુસાફરો ગંભીર રીતે ધાયલોને ભુજ ખસેડવામાં આવ્યા હતા.

READ  સાબરકાઠાઃ વિજયનગર પંથકમા 2 કલાકમાં દોઢ ઈંચ ધોધમાર વરસાદ, જુઓ VIDEO

FB Comments