તાજમહેલ ફરી વિવાદમાં, પહેલા નમાજ અને હવે તાજમહેલ પરિસરમાં આરતી!

તાજમહેલ ફરી વિવાદમાં, પહેલા નમાજ અને હવે તાજમહેલ પરિસરમાં આરતી

તાજમહેલ ફરી વિવાદમાં, પહેલા નમાજ અને હવે તાજમહેલ પરિસરમાં આરતી

સુપ્રીમ કોર્ટના આદેશ અને એએસઆઈએ અટકાવ્યા બાદ જ્યાં મુસ્લિમ સમુદાયના લોકોને તાજમહેલ પર શુક્રવાર સિવાય અન્ય કોઈ દિવસે નમાજ વાંચવાનો મામલો હજુ શાંત પણ થયો નહતો, ત્યાં હિંદૂવાદી સંગઠનોએ તાજમહેલમાં જઈને આરતી કરતા ચર્ચાનો વિષય બન્યો છે…

દુનિયાની સાત અજાયબીઓમાંની એક અજાયબી તાજ મહેલને લઈને હવે રાજકારણ ચરમસીમાએ પહોંચી ગયું છે. સુપ્રીમ કોર્ટના આદેશ અને ASIના પ્રતિબંધ છતાં પણ મુસ્લિમ સમુદાયના લોકોએ શુક્રવાર સિવાય તાજમહેલમાં નમાજ વાંચવાનો મામલો હજી ઠંડો નહોતો થયો ત્યાં હવે બજરંગ દળની મહિલાઓએ તાજમહેલ જઈને આરતી કરી હોય તેવો વીડિયો વાઈરલ થયો છે જેને લઈને ફરી એક વાર વિવાદનો મધપૂડો છેડાઈ ગયો છે.

Bajrang Dal women performs aarti at Taj Mahal
Bajrang Dal women performs aarti at Taj Mahal

શનિવારે બજરંગ દળની મહિલા શાખાની અધ્યક્ષ મીના દિવાકર અન્ય 2 સદસ્યો સાથે તાજમહેલ પહોંચ્યા અને તાજમહેલ પરિસરમાં પહોંચી આરતી કરવા લાગ્યા. આટલું જ નહીં, મીનાનું કહેવું છે કે તે પોતાના ઘરેથી ગંગાજળ પણ લઈને આવી હતી. જોકે ASIએ આ ત્રણેય મહિલાઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ કરી છે.

આ ઘટના અંગે મીના દિવાકરે જણાવ્યું કે પહેલા તેમણે તાજમહેલના એક ભાગને ધોયો અને ત્યારબાદ તે જગ્યાએ આરતી ઉતારી. આ અંગે મીનાનું કહેવું છે કે જ્યારે પ્રતિબંધ હોવા છતાં મુસ્લિમ સમુદાયના લોકો તાજમહેલમાં શુક્રવાર સિવાય પણ નમાજ વાંચી રહ્યાં છે જ્યારે કે અદાલતે તેમને માત્ર શુક્રવારે બે કલાક નમાજ વાંચવાનો આદેશ છે. ઉપરાંત મીનાએ જણાવ્યું,
“આમ કરવાથી તાજમહેલ ગંદો થઈ રહ્યો છે. એટલે અમે ગંગાજળથી તેને પવિત્ર કર્યો અને ત્યારબાદ આરતી ઉતારી.”

Bajrang Dal women performing aarti at Taj Mahal, video goes viral
Bajrang Dal women performing aarti at Taj Mahal, video goes viral

ઉલ્લેખનીય છે કે હાલ આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ બન્યો છે.

Bajrang Dal women performing aarti at Taj Mahal, video goes viral
Bajrang Dal women performing aarti at Taj Mahal, video goes viral

જોકે તાજમહેલના પશ્વિમી દરવાજાથી થઈને બસઈ ઘાટ સુધી જતાં રસ્તા પર પણ વિવાદ થઈ રહ્યો છે. પશ્વિમી દરવાજા પર ટર્નસ્ટાઈલ ગેટ બનવાના કારણે સ્થાનિક લોકોના અવરજવરના માર્ગ પર બેરિયર મૂકી દેવાયા છે. જેનાથી સ્થાનિક લોકો બસઈ ઘાટ સ્થિત પ્રાચીન સિદ્ધેશ્વરનાથ મંદિરમાં પૂજા અર્ચના માટે નથી જઈ શકતા.
ઘણાં લોકોનું એમ પણ કહેવું છે કે ખરેખર તાજમહેલ તો એક શિવમંદિર છે જેનું નામ તેજોમહાલય છે જે શાહજહા પહેલેથી જ ત્યાં હાજર છે. પ્રોફેસર ઓકના પુસ્તકના આધારે લોકો આ વાત કરી રહ્યાં છે.

FB Comments

TV9 Web Desk3

Read Previous

બે જ દિવસમાં બદલાઇ ગઇ દીપિકા ‘પાદુકોણ’, જુઓ લગ્ન પછીની પહેલી તસ્વીરો

Read Next

સોનાલી, ઈરફાન બાદ આ દિગ્ગજ અભિનેત્રીને ત્રીજા સ્ટેજનું કેન્સર, સોશિયલ મીડિયા પર આપી જાણકારી!

WhatsApp પર સમાચાર