મહાન સ્વતંત્રતા સેનાની બાલ ગંગાધર તિલકની 100મી પુણ્યતિથી, જાણો તેમના સાહસ વિશેની રસપ્રદ વાત

bal gangadhar tilak 100 death anniversary know more about lokmanya tilak Mahan swatantra senani bal gangadhar tilak ni 100 mi death anniversary jano temna vishe ni rasprad vato

મહાન સ્વતંત્રતા સેનાની લોકમાન્ય બાળ ગંગાધાર તિલકની આજે 100મી પુણ્યતિથિ છે. લોકમાન્ય તિલકએ મહાન વ્યક્તિ છે. જેમને ‘સ્વરાજ મારો જન્મ સિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ રહીશ’નો નારો આપ્યો હતો. લોકમાન્ય તિલક એક રાષ્ટ્રવાદી, શિક્ષક, સમાજ-સુધારક અને વકીલ હતા. તે અંગ્રેજી શિક્ષણના મોટા આલોચક હતા. તે માનતા હતા કે અંગ્રેજી શિક્ષણ ભારતીય સભ્યતાનો અનાદર કરે છે.

મહાન સ્વતંત્રતા સેનાની બાલ ગંગાધર તિલકની 100મી પુણ્યતિથી, જાણો તેમના વિશેની રસપ્રદ વાતો

મહાન સ્વતંત્રતા સેનાની બાલ ગંગાધર તિલકની 100મી પુણ્યતિથી, જાણો તેમના વિશેની રસપ્રદ વાતો#TV9News #TV9Live #LokmanyaTilak #Swaraj #tilakpunyatithi #TV9News #tv9

TV9 Gujarati यांनी वर पोस्ट केले शनिवार, १ ऑगस्ट, २०२०

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકો તન અને મન બંનેથી પ્રફુલ્લિત રહેશે તથા તેમના જાહેરજીવનમાં પ્રતિષ્ઠા વધશે

બાળ ગંગાધર તિલકથી જોડાયેલી તેમના સાહસની એક ઘટના છે. જ્યારે તે સ્કૂલમાં હતા, ત્યારે વર્ગના તમામ બાળકો મગફળી ખાઈ રહ્યા હતા અને કચરો વર્ગમાં જ ફેંકી રહ્યા હતા. જેનાથી આખા વર્ગમાં ગંદકી ફેલાઈ ગઈ. થોડા સમય પછી તેમના શિક્ષક વર્ગમાં આવ્યા, તેમને જોયું કે ચારે તરફ ગંદકી ફેલાયેલી છે. તે જોઈ શિક્ષક નારાજ થઈ ગયા. તેમને તમામ બાળકોને લાઈનમાં ઉભા રાખીને હાથમાં 2-2 વખત લાકડી મારવા લાગ્યા, ત્યારે તિલકનો નંબર આવ્યો તો તેમને પોતાનો હાથ આગળ ના કર્યો.

READ  સુરતનાં માર્કેટમાં કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા આઈસ્ક્રીમ બાદ હવે મીઠાઈ લોન્ચ,ડ્રાયફ્રુટ સાથે ફુદીનાનો ઉપયોગ કરીને મિઠાઇ બનાવાઈ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

શિક્ષકે કહ્યું કે હાથ આગળ લાવો. ત્યારે તિલકે કહ્યું કે મેં વર્ગમાં ગંદકી નથી કરી. તેથી હું માર નહીં ખાવું. આ વાત સાંભળી શિક્ષકનો ગુસ્સો વધી ગયો અને તિલકની ફરિયાદ આચાર્યને કરી. ત્યારબાદ તિલકના ઘરે તેમની ફરિયાદ કરવામાં આવી અને તેમના પિતાજીને સ્કૂલમાં બોલાવવામાં આવ્યા. જ્યારે તેમના પિતા સ્કૂલમાં આવ્યા તો તેમને કહ્યું કે મારા પુત્ર પાસે પૈસા જ નહતા. તે મગફળી કોઈ પણ સ્થિતીમાં ખરીદી શકતો નહતો. તે દિવસે જો તિલક શિક્ષકના ડરથી માર ખાઈ લેતા તો તેમના અંદરનું સાહસ નાનપણમાં જ ખત્મ થઈ જતું. ત્યારબાદ બાળ ગંગાધર તિલક પોતાના જીવનમાં ક્યારેય પણ અન્યાયની સામે ઝુક્યા નહીં.

READ  9 હજાર કરોડની છેતરપિંડી કરનાર માલ્યાના નામે નોંધાયો આ અનોખો રેકૉર્ડ !

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments