ફિલ્મ ‘બાલા’નું ટ્રેલર રીલીઝ, જાણો કોણ છે આયુષમાનની ‘ડ્રીમગર્લ’?

આયુષમાન ખુરાનાની ફિલ્મ ‘બાલા’ (BALA)નું ટ્રેલર રીલીઝ થયું છે. આ ટ્રેલરમાં આયુષમાન લેકચર આપતો જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં આયુષમાન એક એવા વ્યકિતની ભૂમિકા નિભાવી રહ્યો છે, જેના યુવાનીમાં જ વાળ જતા રહ્યા છે. જેના કારણે કલાસમાં બેસેલી છોકરીઓ તેની મજાક ઉડાવી રહી છે.આ ફિલ્મમાં આયુષમાન સાથે ભૂમિ પેડનેકર અને યામી ગૌતમ જોવા મળશે. આ સાથે સૌરભ શુકલા, જાવેદ જાફરી અને સીમા પાહવા પણ સપોર્ટિંગ કિરદારમાં છે. આ ફિલ્મ 7નવેમ્બરે રીલીઝ થશે.

READ  VIDEO: સલમાન ખાનની ગ્રાન્ડ એન્ટ્રી, ‘બિગ બોસ’ લોન્ચમાં મચાવી ધૂમ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અમર કૌશિકના નિર્દેશન આધારીત આ ફિલ્મની કહાની બે લોકો વચ્ચે જોવા મળશે. એક આયુષમાન અને બીજી એક નાના શહેરની છોકરી, જેનો રોલ ભૂમિ પેડનેકર નિભાવી રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  નર્મદા ડેમનાં 2 દરવાજા ખોલ્યા, ડેમની જળસપાટી 131.86 મીટર પર પહોંચી, જુઓ VIDEO

 

ફિલ્મ ‘બાલા’ પછી આયુષમાનની વધુ બે ફિલ્મ ‘શુભ મંગલ સાવધાન’ અને સુજીત સરકારની ફિલ્મ ‘ગુલાબો સીતાબો’ લાઇનમાં છે. ‘ડ્રીમગર્લ’ પછી ફરી એકવાર આયુષમાન ખુરાના એક અલગ કિરદારમાં જોવા મળશે. જેને લઇ ફેન્સ આતુર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments