કલમ 370 સમાપ્ત: પંજાબ સરકારે ઉજવણી કે વિરોધ પર લગાવ્યો પ્રતિબંધ, રાજ્યમાં વધારી પોલીસ સુરક્ષા

જમ્મુ કશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરતી કલમ 370ને રદ કરવાના કેન્દ્રના નિર્ણય બાદ દેશભરમાં લોકોમાં ઉત્સાહનો માહોલ છે અને લોકો ઉજવણી કરી રહ્યાં છે. આ માહોલની વચ્ચે પંજાબની સરકારે કોઈપણ જાતની ઉજવણી કે વિરોધ પર પ્રતિબંધ લગાવી દીધો છે. રાજ્યનો માહોલ બગડી શકે છે તેવી આશંકાને લઈને અમરિંદર સરકારે સોમવારના રોજ આ નિર્ણય લીધો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  "દિવાળી પર સન્નાટો" નવા વર્ષે જ શિવસેનાના ભાજપ પર તીખા પ્રહાર! જુઓ VIDEO

આ પણ વાંચો:   કાશ્મીરમાં ઓગસ્ટ ક્રાંતિઃ રાજ્યસભામાં બિલ પાસ થતાની સાથે મહેબુબા મુફ્તી અને ઉમરની ધરપકડ

પંજાબમાં કોંગ્રેસ સરકારના મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યું કે આ સરકારના નિર્ણયથી પાકિસ્તાન કોઈક હરકત કરી શકે છે. આથી જ જમ્મુ કાશ્મીરના સરહદના પંજાબના વિવિધ જિલ્લાઓમાં પોલીસ સુરક્ષા વધારી દેવાઈ છે. અમરિંદરે કહ્યું કે પાકિસ્તાન આને હલકામાં લેશે નહીં અને ભારતની વિરોધમાં કોઈ હરકત કરશે. આથી રાજ્યની પોલીસને કોઈપણ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

 

READ  સુરતના પાલ-ઉમરા બ્રિજ વિવાદ! 95% કામ પૂર્ણ છતાં કામગીરી આગળ વધી નથી, 10 લાખ લોકોનો સમય અને પેટ્રોલનો થઈ રહ્યો છે બગાડ

વધારેમાં પંજાબ સરકારે રાજ્યમાં અભ્યાસ કરતાં 8 હજારથી વધારે કાશ્મીરના વિદ્યાર્થીઓની સુરક્ષા વધારી દીધી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ સતત સંપર્કમાં રહેવા કહેવાયું છે. મુખ્યમંત્રી અમરિંદર સિંહે જમ્મુ કાશ્મીરની બહાર અને અંદર વસતા લોકોને શાંતિનો માહોલ જાળવવાની અપીલ કરી છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: અમદાવાદમાં પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments