ભાજપના સાંસદ પરબત પટેલે નાયબ મુખ્યપ્રધાનને લખ્યો પત્ર, કરણપુરા-ભોરડુ અને કુંભારા-ઘેસડા વચ્ચેનો માર્ગ બિસ્માર બનતા હાલાકી

anaskantha: BJP MP Parbat Patel writes to Dy.CM Nitin Patel over poor roads

ભાજપના સાંસદ પરબત પટેલે રસ્તા મુદ્દે રાજ્યના નાયબ મુખ્યપ્રધાનને પત્ર લખવાની ફરજ પડી. નાગરિકોની ફરીયાદ સ્થાનિક અધિકારીઓએ ન સાંભળતા આખરે સાંસદને રજૂઆત કરવાનો વારો આવ્યો. અને પ્રજાના પ્રતિનિધિએ રસ્તાની સુવિધા મુદ્દે નાયબ મુખ્યપ્રધાનને પત્ર લખવો પડ્યો.પત્રમાં સાંસદ પરબત પટેલે ડામરનો પાકો રસ્તો વહેલીતકે બને અને વહેલીતકે કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી પણ માગ કરી. મહત્વપૂર્ણ છે કે કરણપુરા-ભોરડુ અને કુંભારા-ઘેસડા વચ્ચેનો માર્ગ બિસ્માર બનતા સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

READ  અમેરિકામાં આવી રહ્યું છે ભયંકર તૂફાન, ડોનાલ્ડ ટ્રંપે ટ્વીટ કરીને કહ્યું 'સાવચેત રહો'

આ પણ વાંચોઃ ‘મન કી બાત’માં PM મોદીએ કચ્છના ઈસ્માઈલ ખત્રીની 5 હજાર વર્ષ જૂની પરંપરાગત કામગીરીનો કર્યો ઉલ્લેખ

તો બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને પગલે અમદાવાદમાં રાતોરાત રસ્તાનું સમારકામ થઇ ગયું. અને જરૂર હતી ત્યાં તો નવા રસ્તા તૈયાર કરી દેવામાં આવ્યા. મહાનુભવોની મુલાકાતને પગલે યુદ્ધના ધોરણે તંત્ર કામે લાગ્યું..અને ગણતરીના સમયમાં 60 કરોડના ખર્ચે. પેટનું પાણી પણ ન હલે તેવા માર્ગોનું નિર્માણ થઇ ગયું…એક તરફ રસ્તાની સુવિધા માટે ભાજપના સાંસદે રાજ્ય સરકારને રજૂઆત કરવી પડે છે. તો બીજી તરફ રાતોરાત રસ્તાની સુરત બદલાઇ જાય છે..ત્યારે એક વાત સ્પષ્ટ છે કે જો તંત્ર ધારે તો અશક્ય કામને પણ શક્ય કરી શકે છે. જરૂર છે માત્ર પ્રબળ ઇચ્છાશક્તિની.

READ  VIDEO: નરાધમો સકંજામાં! બનાસકાંઠામાં સગી બહેનો પર દુષ્કર્મ આચરનારા આરોપીઓની ધરપકડ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments