VIDEO: દૂધ મંડળીએ પગાર ન ચૂકવતા પશુપાલકોનો હોબાળો, દૂધ મંડળીને કરી તાળાબંધી

બનાસકાંઠાના દિયોદરના ફોરણા કોટડા ગામે દૂધ મંડળીમાં પગાર ન મળતા પશુપાલકોએ હોબાળો કર્યો. પશુપાલકોએ દૂધ મંડળીને તાળાબંધી કરી ચેરમેન અને મંડળીના મંત્રીનો વિરોધ કર્યો હતો. છેલ્લા એક માસથી પશુપાલકોને દૂધનો પગાર ન મળતાં તેમની હાલત કફોડી બની છે. આ મામલે તેઓએ બનાસડેરીમાં પણ રજૂઆત કરી હતી, પરંતુ યોગ્ય ન્યાય ન મળતા આખરે પશુપાલકોએ જાતે જ ભેગા થઈને ગામની દૂધ મંડળીને તાળા માર્યા હતા. આ સાથે જ પશુપાલકોનો આક્ષેપ છે કે ગામની મંડળીના મંત્રી તેમજ ચેરમેને 22 લાખથી વધુની ગેરરીતિ કરી છે, જેના કારણે પશુપાલકોને પગાર નથી મળી રહ્યો.

READ  VIDEO: માનવભક્ષી દીપડીને પકડવામાં વન વિભાગને મળી સફળતા, અમરેલીના કાગદડી ગામથી પકડાઈ દીપડી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: નગરસેવકની મારામારીનો વીડિયો વાયરલ! જે હાથથી મત માગ્યો, તે જ હાથથી મતદારને ફટકાર્યો, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  આણંદની તારાપુર APMCમાં પેડી(ચોખા)ના મહત્તમ ભાવ રહ્યા રૂ.2355, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 

FB Comments