બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર પરથી ભટોળે કહ્યું કે ‘હું કોંગ્રેસના વિચારો સાથે ક્યારેય સહમત હતો જ નહીં’

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે આગામી 23 એપ્રિલના રોજ ગુજરાતમાં મતદાન કરવામાં આવશે. બધી જ પાર્ટીઓ હવે જોરશોરથી પ્રચાર કરી રહી છે અને એકબીજાની વિરૂધ્ધ આકરા પ્રહારો કરી રહ્યા છે.

બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળે ટીવીનાઈન સાથેની વાતચીતમાં જણાવ્યું કે ખેડૂતોને ઉપજના ભાવ ઘણા ઓછા મળે છે, તેની સામે ખેતીના ખર્ચમાં ડીઝલ, ખાતર, બિયારણના ખર્ચ ઘણા મોંઘા છે. તેથી ખેડૂતોને ઉપજના સારા ભાવના મળતા ખેડૂતો નારાજ છે. જેનો લાભ મને મળવાનો છે. રોડ, વિજળી, પાણીનો પ્રશ્નથી ખેડૂતો પશુપાલન, ખેતીમાં દુખી છે. શાળામાં પૂરતા કલાસરૂમની વ્યવસ્થા નથી, શિક્ષકો નથી તેથી જે શિક્ષણ બાળકોને મળવુ જોઈએ તે મળતુ નથી.

READ  VIDEO: ખેડૂતોની વધી ચિંતા, વરસાદ પડે તો ખેડૂતોને થઈ શકે છે નુકસાન

 

 

તે સિવાય ભાજપે જે યોજના દાખલ કરી હતી તેના જુઠાણા ચલાવ્યા છે, તેનો કોઈ લાભ ખેડૂતોને મળ્યો નથી. રૂપિયા 15 લાખ આપવાની વાત કરી હતી તેમાંથી એક રૂપિયા પણ મળ્યો નથી. GST અને નોટબંધી લાવીને નાના વેપારીઓ અને ગામડામાં ખેડૂતો ખૂબ દુખી થયા આ તમામ પ્રશ્નો ગામડાના લોકોના છે. તેનો સીધો લાભ મને મળશે.

બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટોળ શું માની રહ્યા છે તેમની જીત ને લઈ. સંવાદદાતા કુલદીપ પરમાર સાથે ઉમેદવાર પરથી ભટોળKuldeep Parmar#TV9News #LokSabhaElection2019 #Gujarat

TV9 Gujarati यांनी वर पोस्ट केले सोमवार, १५ एप्रिल, २०१९

તેમને વધુમાં જણાવ્યું કે, હું કોંગ્રેસમાં જોડાયો તે વિચારસરણીનો સવાલ છે. મારો દિકરો પહેલા ભાજપની અંદર હતો, હું કોંગ્રેસનો માણસ છુ. હું સેવાદળનો સૈનિક હતો. તેની તાલીમ પણ મે લીધી છે. હું કોંગ્રેસના વિચારો સાથે ક્યારેય સહમત હતો જ નહિ.

READ  આંગડીયા પેઢીના કર્મચારી પર લુંટના ઈરાદે ફાયરીંગ! એક કર્મચારીનું મોત, જુઓ VIDEO

 

Ahmedabad and Japan's Kobe sign declaration for Letter of Intent between two cities

FB Comments