બનાસકાંઠા: પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીનું કરાયું મુંડન! જુઓ VIDEO

Banaskantha man taken to Rajasthan tonsured by lovers family

બનાસકાંઠામાં એક યુવાનને પ્રેમિકા સાથે મુલાકાત કરવી ભારે પડી ગઈ, કેમ કે યુવતીના પરિવારજનોએ આ પ્રેમી સાથે તાલિબાનો જેવો વ્યવહાર કરીને તેનું મુંડન કરી દીધું. જેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં મુકી દેતા પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે. પ્રવીણ ઠાકોર નામનો યુવાન ધાનેરાના કુંડી નજીક પોતાની પ્રેમિકાને મળવા ગયો હતો. આ દરમિયાન તે યુવતીના પરિવારજનોના હાથે લાગી ગયો. રોષે ભરાયેલા યુવતીના પરિવારજનો પ્રવીણને રાજસ્થાનના એક ગામમાં લઈ ગયા હતા. જ્યાં તેમણે પ્રવીણને માર માર્યો હતો અને ત્યારબાદ તેનું મુંડન કરીને સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે.

READ  વલસાડ: મંદિરો બંધ રાખવાના સરકારી આદેશનું ઉલ્લંઘન, મંદિરમાં થઈ રામ નવમીની ઉજવણી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ખેડાઃ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની પહેલ! પોર્નસાઈટ નહીં જોવા હરિભક્તોને લેવડાવાઈ પ્રતિજ્ઞા

FB Comments