જગતજનની અંબા માતાના પ્રાગટ્યોત્સવ નિમિત્તે અંબાજી સુધી શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને દર્શન માટે પહોંચ્યા

Banaskantha: Special arrangements at Ambaji temple on auspicious occasion of Paush Purnima

આજે પોષ મહિનાની પૂનમ. જગતજનની માતા અંબાના પ્રાગટ્યોત્સવ. બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં અનેક સંઘ પગપાળા ચાલીને દર્શન કરવા પહોંચ્યા. અંબાજીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરીને ધજા ચડાવી ધન્યતા અનુભવી. ભક્તોએ ચાચર ચોકમાં ગરબા રમીને આશીર્વાદ મેળવ્યા હતા. પોષી પૂનમે માતાજીને ફ્રૂટ અને શાકભાજીના અન્નકૂટનો ખાસ ભોગ ધરાવવામાં આવ્યો હતો. અંબાજીમાં વિશાળ શોભાયાત્રા અને મહાશક્તિ યજ્ઞનું આયોજન કરાયું. માતાજીએ હાથી ઉપર સવાર થઈને નગરની યાત્રા કરી.

#Banaskantha: Special arrangements at Ambaji temple on auspicious occasion of Paush Purnima. #TV9News

TV9 Gujarati यांनी वर पोस्ट केले गुरुवार, ९ जानेवारी, २०२०

આ પણ વાંચોઃ કલમ 370 મુદ્દે સુપ્રીમ કોર્ટનો નિર્ણય, કાશ્મીરમાં ઈન્ટરનેટ ફરીથી શરૂ થાય તે ખૂબ જરૂરી: SC

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીએ પણ પોષી પૂનમ નિમિત્તે માતાજીના દર્શન કર્યા હતા. મંદિરમાં આયોજીત મહાશક્તિ યજ્ઞમાં બેસીને પૂજા-અર્ચના કરી હતી. અંબાજી ગબ્બરની ગોખ પર મધ્ય રાત્રિએ આરતી કરવામાં આવી હતી. અંબાજી આવતા શ્રદ્ધાળુઓ માટે મંદિર ટ્રસ્ટ તરફથી નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

READ  VIDEO: તમને આવતો તાવ ડેન્ગ્યુ હોઈ શકે છે! ડેન્ગ્યુએ લીધો બાળકીનો ભોગ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments