લગ્નમાં બેન્ડ કંપની સમયસર ન પહોંચવાનો મામલો કોર્ટમાં ગયો, જાણો કોર્ટે શું આદેશ આપ્યો?

દિલ્હીની એક બેન્ડ કંપનીને રૂપિયા 20 હજાર ચૂકવવાનો આદેશ ગ્રાહક સુરક્ષા કોર્ટે આપ્યો છે. આ કંપનીએ તેમના સભ્યોને લગ્નના દિવસે સમયસર મોકલ્યા નહોતા. તેથી કોર્ટે આ આદેશ આપ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

વિનોદકુમારે જિલ્લાની ગ્રાહક સુરક્ષા કોર્ટમાં બેન્ડ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી હતી. તેમને બેન્ડ તમામ સગવડો પુરી પાડે તે માટે તેમને બેન્ડને એડવાન્સમાં 10 હજાર રૂપિયા ચૂકવ્યા હતા તે છતાં બેન્ડ તેમના માણસોને લગ્નના દિવસે મોકલવામાં નિષ્ફળ રહ્યું હતુ.

 

વારંવાર ફોન કર્યા અને તેમની ઓફિસે મળીને આવ્યા. તેમ છતા તેમને બેન્ડ, ઘોડાગાડી, લાઈટસ્ જેવી વસ્તુઓ મોકલી નહતી. તેથી જાનવાળા લોકો લગ્ન સ્થળ પર સમયસર પહોંચી શકયા નહતા. ફરીયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે બેન્ડના સભ્યો ના આવવાના કારણે લગ્ન સ્થળ પર જાન લઈને જવામાં મોડુ થયુ હતુ.

શું બેન્ડ-બાજા-ઘોડી મોડા આવતા લગ્નની જાન મોડી પડી?

શું બેન્ડ-બાજા-ઘોડી મોડા આવતા લગ્નની જાન મોડી પડી?નાણાં પણ ગયા અને અપમાન પણ થયું!તો આ જાણકારી ખાસ આપના માટે . શિવાની 'સંદીપ્તિ'

TV9 Gujarati यांनी वर पोस्ट केले शनिवार, २० एप्रिल, २०१९

કંપનીએ સેવા પુરી ના પાડતા કોર્ટે કહ્યું કે બેન્ડે ફરીયાદીને સેવાઓ પુરી પાડી નહતી. ફરીયાદીએ પ્રાપ્ત સેવાઓ માટે એડવાન્સ 10 હજાર રૂપિયા ચૂકવ્યા હતા. ફરીયાદી એવો પણ દાવો કર્યો કે પરિવારે 50 હજાર રૂપિયા ચૂકવીને બીજા બેન્ડની સેવાઓ લીધી હતી. જે રૂપિયા કુતુબ રોડ સ્થિત પ્રતાપ બેન્ડની સેવા માટે નક્કી કરવામાં આવ્યા હતા.

READ  ક્યારેય સાંભળ્યું છે 30 હજાર રૂપિયે કિલો મિઠાઈ! વાંચો આ ખબર
પ્રતિકાત્મક તસવીર

વૈકલ્પિક બેન્ડ માટે ખર્ચ કરેલા 50 હજાર રૂપિયાની રકમના સબૂત ના હોવાને લીધે કોર્ટે ફરીયાદી દ્વારા કરેલા દાવાને સ્વીકાર કરવાથી ઈનકાર કરી દીધો હતો. કંપનીની વિરૂધ્ધ દગાખોરીનો આરોપ લગાવતા ફરીયાદીએ કંપની પાસેથી 20 લાખ રૂપિયા લેવાની માગ કરી હતી પણ કોર્ટે તે આરોપને રદબાતલ ગણાવ્યો હતો.

કોર્ટે 20 હજાર રૂપિયા ફરીયાદીને ચૂકવવાનો આદેશ કર્યો હતો. જેમાં એડવાન્સમાં ચૂકવેલી રકમ રૂપિયા 10 હજારને પાછા આપવા માટે અને બીજા રૂપિયા 10 હજાર ફરીયાદીને માનસિક રીતે હેરાન કરવા માટે બેન્ડ કંપનીને આદેશ કર્યો હતો.

READ  બલિદાન બેજના લોગો સાથે ધોની મેદાન પર નહીં ઉતરી શકે, ICCએ ના આપી મંજૂરી

 

Epidemics break out in Banaskantha, number of patients increased by 15-20 % | Tv9GujaratiNews

FB Comments