માર્ચમાં સતત 8 દિવસ બંધ રહેશે બેન્ક! ઝડપથી પતાવી લો તમારા કામ

bank-strike-and-holidays-banks-will-be-closed-for-8-consecutive-days-note-these-dates

આગામી માર્ચ માસમાં સતત 8 દિવસ બેન્ક બંધ રહેશે. જો તમારે બેન્કને લગતા કામકાજ કરવાના હોય તો ઝડપથી પૂરા કરી લેજો. બેન્ક બંધ રહેવાના કારણે કોઈ પણ પ્રકારના લેણ-દેણ થશે નહી તેમજ ચેક ક્લીયરન્સ પણ અટકી જશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દેશમાં સરકારી બેન્કોમાં કામકાજ 8 થી 15 માર્ચ સુધી સતત 8 દિવસ બંધ રહેશે. ચાલો જાણીએ કે શા માટે બેન્ક બંધ રહેવાના છે. 8 માર્ચે રવિવાર છે તો રજાના કારણે બેન્ક બંધ રહેશે. ત્યારબાદ દેશમાં ઘણી જગ્યાએ 9 માર્ચે હોળીની જાહેર રજા છે તો અમુક જગ્યાએ 10 માર્ચે હોળીની રજા છે અને અમુક શહેરોમાં બંને દિવસ જાહેર રજા છે.

READ  BJP reacts to Shankarsinh Vaghela's comment on Race for Gujarat CM - Tv9

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતમાં ધોળે દિવસે ચોરી! કારનો કાચ તોડીને કરી રૂ.3.5 લાખની ચોરી, જુઓ VIDEO

11,12 અને 13 માર્ચે સરકારી બેંકોના યુનિયન દ્વારા બેન્ક કર્મચારીની હડતાળ છે, તેથી 3 દિવસ બેંક બંધ રહેશે. હડતાળ બાદ 14 માર્ચે બીજો શનિવાર છે એટલે બેન્ક બંધ રહેશે અને 15 માર્ચે રવિવાર હોવાથી બેન્કનું કામકાજ બંધ રહેશે.

READ  Monsoon 2018 | Heavy rains in Valsad, many areas waterlogged

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Oops, something went wrong.
FB Comments