આજે પુરૂ કરી લો તમારૂ બેન્કનું કામકાજ, આવતીકાલે યૂનિયનની હડતાળ

bank strike on january 8 atms branch services likely to take a hit aaje puru kari lo tamaru bank nu kamkaj aavtikale union ni hadtal

જો તમારે બેન્કથી જોડાયેલા કામકાજ બાકી છે તો તેને આજે પુરા કરી લો, કારણ કે આવતીકાલે 8 જાન્યુઆરીએ બેન્કોમાં કામકાજ પ્રભાવિત રહેવાની આશંકા છે. મોદી સરકારની આર્થિક નીતિઓના વિરોધમાં 10 કેન્દ્રીય ટ્રેડ યૂનિયનોએ હડતાળની જાહેરાત કરી છે. આ હડતાળમાં બેન્કોના યૂનિયનવાળા પણ સામેલ થવાના છે.

आज ही निपटा लें बैंक वाले काम, 8 जनवरी को होनी है हड़ताल

જે બેન્ક બ્રાન્ચના કર્મચારી હડતાળનું સમર્થન કરશે, ત્યાં કામકાજ પ્રભાવિત થવાની આશંકા છે. તે સિવાય ATMમાં પૈસાની અછત સર્જાઈ શકે છે. થોડા દિવસો પહેલા જ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી કહેવામાં આવ્યું છે કે હડતાળમાં ભાગ લેવાવાળા યૂનિયનોમાં અમારા બેન્ક કર્મચારીઓના સભ્ય ખુબ જ ઓછા છે. ત્યારે બેન્કના કામકાજ પર હડતાળની અસર ઓછામાં ઓછી થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  OPT મોડેલ શું છે? ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસે આ મોડેલના આધારે સત્તા પર આવવાનો ચક્રવ્યૂહ ઘડ્યો છે

જ્યારે બેન્ક ઓફ બરોડાને ડર છે કે હડતાળની અસર તેમના કામકાજ પર પડશે. બેન્કે કહ્યું કે તે તેમની બ્રાન્ચના સંચાલન માટે જરૂરી ઉપાય સુનિશ્ચિત કરી રહ્યા છે. આ પ્રકારે કેનરા બેન્કને પણ હડતાળથી કામકાજ પ્રભાવિત થવાની આશંકા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  તમારા બેન્ક ખાતામાં જમા પૈસાની સુરક્ષા વધારવા માટે મોદી સરકાર કરી રહી છે આ તૈયારીઓ

 

 

ત્યારે સરકારી ક્ષેત્રની સિન્ડિકેટ બેન્ક પણ પ્રસ્તાવિત હડતાળને ધ્યાનમાં રાખી તેમના સંચાલનને સામાન્ય રાખવા માટે જરૂરી પગલા ઉઠાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે દેશવ્યાપી હડતાળમાં બેન્ક યૂનિયન અખિલ ભારતીય બેન્ક કર્મચારી સંઘ (AIBEA), ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ એશોસિએશન (AIBOA), બેન્ક કર્મચારી ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI), ઈન્ડિયન નેશનલ બેન્ક એમ્લોઈઝ ફેડરેશન (INBEF), ભારતીય રાષ્ટ્રીય બેન્ક અધિકારી કોંગ્રેસ (INBOC) અને બેન્ક કર્મચારી સેના મહાસંઘ (BKSM) સામેલ છે.

READ  કોરોના વાઈરસના કહેર વચ્ચે આ શહેરમાં ભૂકંપના આંચકા, જાણો વિગત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments