10 ટ્રેડ યુનિયન દ્વારા સરકારની નીતિઓના વિરોધમાં આપ્યું ભારત બંધનુ એલાન

આજે ભારત બંધનું એલાન છે. 10 ટ્રેડ યુનિયને ભારત સરકારની નીતિઓના વિરોધમાં ભારત બંધનુ એલાન આપ્યું છે. આ બંધમાં 25 કરોડ લોકો સામેલ થશે તેવો યુનિયનનો દાવો છે. આ દેશવ્યાપી હડતાળમાં ભાગ લેનારા યુનિયનોમાં INTC, AITUC, HMS, CITU,AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUCનો સમાવેશ થાય છે. ડાબેરી પક્ષો અને બેન્ક કર્મચારી સંગઠનોએ પણ આ એલાનમાં સમર્થન આપ્યું છે.

READ  વિમાન હાઈજેકની ધમકી ભર્યો ફોન આવ્યા બાદ અમદાવાદ સહિત દેશભરના તમામ એરપોર્ટ પર હાઈએલર્ટ

આ પણ વાંચોઃ ઈરાકમાં અમેરિકી સેનાના ઠેકાણા પર એક ડઝનથી વધારે બેલિસ્ટિક મિસાઈલ દ્વારા હુમલો

આ સિવાય 60 સ્ટુડન્ટ યુનિયન પણ તેમાં જોડાશે. ટ્રેડ યુનિયનો સરકારની શ્રમિક વિરોધી નીતિઓથી નારાજ છે. સાથે સાથે એ વાતની પણ નારાજગી છે કે, જુલાઈ 2015 થી અત્યાર સુધીમાં કોઈ ઈન્ડિયન લેબર કોન્ફરન્સ યોજાઈ નથી. આ સિવાય બેન્કોના મર્જર, સંરક્ષણ પ્રોડક્શન કરનારી સરકારી કંપનીઓના કોર્પોરેટાઈઝેશન જેવા મુદ્દાઓ પર પણ સંગઠનો નારાજ છે. મહત્વનું છે કે કેન્દ્રીય શ્રમ પ્રધાન સાથેની મુલાકાત બાદ પણ ટ્રેડ યુનિયનો ભારત બંધના એલાન પર મક્કમ છે.

READ  કોહલીનું કારનામું, ક્રિકેટના 'ભગવાન' સચિન તેંડુલકરનો તોડ્યો આ રેકોર્ડ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments