બેંકના 60 લાખ રુપિયા એટીએમમાં જમા ન કરાવ્યા, અમદાવાદની મુખ્ય શાખાના ઓડીટમાં ભાંડો ફૂટતા લોડીંગ એજન્સીના 4 લોકો સામે કાર્યવાહી

વલસાડ જિલ્લાની અગ્રણી બેન્કોના એટીએમ  મશીનોમાં રોજના લાખો રૂપિયા લોડીંગ કરતી એજન્સીના કર્મચારીઓએ લાખો રૂપિયા  એટીએમ   મશીનમાં નાખવાની જગ્યાએ બારોબાર ચાઉં કરી લીધા હોવાનું એક કૌભાંડ બહાર આવ્યું છે.

સંઘપ્રદેશ દમણ, દાનહ સેલવાસ સહિત વાપી વિસ્તારમાં આવેલ જુદી-જુદી બેંકોના ઍટીઍમમાં પૈસા જમા કરાવવા માટે સીઍમઍસ ઈન્ફો સિસ્ટમ લિ.ના કર્મચારીઓને જવાબદાર સોંપી હતી. આ કંપનીમાં કામ કરતા કર્મચારીઓએ  બેંકોના એટીએમમાં કેટલીક રકમ બેન્કમાં જમા ન કરાવી કૌભાંડ કર્યું હતું. ત્યારે અમદાવાદની મુખ્યશાખામાં ઓડિટમાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. આકાશ ડેંગે  અને વિનોદ પાલ  નામના બે કર્મચારીઓએ પહેલા 29 લાખ રૂપિયા  એટીએમમાં ન જમા કરાવી  કંપની સાથે છેતરપિંડી કરી હતી. ત્યારે સીઍમઍસ ઈન્ફો સિસ્ટમના અન્ય બે કર્મચારીઓ જીત માહ્યાવંશી અને જીગ્નેશ પટેલની પૂછપરછ કરતાં તેઓ એ પણ 33 લાખ 31 હજાર  600 રૂપિયા એટીએમમાં જમા કરાવાયા નહોતા.

જેથી તેમની ધરપકડ કરવામાં આવી છે. આકાશ ડેંગે  અને વિનોદ પાલને  ભાગેડુ જાહેર કર્યા છે. સીઍમઍસ ઈન્ફો સિસ્ટમ કંપનીમાં કામ કરતા કર્મચારી અને કસ્ટોડિયન  તરીકે  નોકરી કરતાં (૧) જીત અંબેલાલ માહયાવંશી (રહે. રેંટલાવ) (ર) જીજ્ઞેશ જગદીશ પટેલ (રહે. ધરમપુર, વિરવલ), (૩) વિનોદકુમાર ફૂલચંદ પાલ (રહે. લલન યાદવની ચાલી, મુંબઈ) અને (૪) આકાશ વિલાસરાવ ઢેંગે (રહે. સૌરભ સોસાયટી, ગુંજન, વાપી)  નામના આ કર્મચારીઓ  હાલ દોષિત માનવામાં આવે છે.

ઝડપાયેલા આરોપીઓ પણ આ કૌંભાડ કોને અને કેવી રીતે આચર્યું એ પોપટની જેમ પોલીસ સમક્ષ સ્વીકારી લીધું હતું..પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ઝડપાયેલ બંને આરોપી જીત અને જીગ્નેશના સિનિયર એવા વિનોદ અને આકાશે આ સમગ્ર કૌભાંડ આચર્યું છે. હાલે જીઆઈડીસી  પોલીસે ઝડપાયેલ બંને આરોપીઓના રિમાંડ મેળવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જોકે આ કૌંભાડના મુખ્ય સૂત્રધાર એવા 2 આરોપીઓ  વિનોદ અને આકાશ  હજુ પણ પોલીસની પકડથી દૂર છે.

[yop_poll id=1279]

A youth found murdered near Kotdasangani, Rajkot - Tv9

FB Comments

Sachin Kulkarni

Read Previous

ભારતીય રેલવેએ રદ્દ કરી 500 ટ્રેન, જો આજકાલમાં ટ્રેનની મુસાફરી કરવાના છો તો આવી રીતે ચેક કરો તમારી ટ્રેનનું સ્ટેટસ

Read Next

રાજકારણમાં પ્રવેશતા જ પ્રિયંકા ગાંધીને ટાર્ગેટ કરવાનું શરૂ, પ્રિયંકાના કપડાં પર ભાજપના સાંસદે કરી વિવાદસ્પદ ટિપ્પણી

WhatsApp chat