રાજયની સૌથી મોટી મીઠા પાણીના સ્ત્રોતની નર્મદા નદીના કિનારે ફરી મીઠુ પાક્યું, માછીમારોની સ્થિતી બની મુશ્કેલ

રાજ્યની સૌથી મીઠા પાણીના મોટા સ્ત્રોતની નર્મદા નદી હવે તેની ઓળખ બદલી રહી છે. નર્મદા નદી તેના મીઠા પાણી માટે નહિ પરંતુ તેના કિનારે પાકતા મીઠા માટે ચર્ચામાં છે.

ઉનાળામાં બીજી વખત ભરૂચ નજીક નર્મદા કાંઠે મીઠુ પાક્યુ છે. ડાઉન સ્ટ્રિમમાં પાણી નહિ છોડવાના કારણે સમુદ્ર 50 કિલોમીટર સુધી ધસી આવતા નર્મદા અસ્તિત્વ ગુમાવી રહી છે. આ દ્રશ્યો કચ્છના રણના નહિ પરંતુ મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત એવી નર્મદા નદીના કિનારાના છે.

 

જ્યાં આશ્ચર્યજનક રીતે મીઠુ પાકી રહ્યું છે. આ ઘટના ઉનાળામાં બીજી વખત જોવા મળી છે. નર્મદા ડેમને દરવાજા લાગ્યા બાદ ડાઉન સ્ટ્રિમમાં પાણી ઓછી માત્રામાં છૂટી રહ્યું છે અને તેના કારણે મીઠા પાણીનો પ્રવાહ ઓછો થતા સમુદ્ર મીઠા પાણીને ધકેલી 50 કિલોમીટર સુધી પ્રવેશી ચુક્યો છે. જમીનમાં ઉતરતુ સમુદ્રનું પાણી ગરમીમાં બાષ્પીભવન થઈને મીઠાનું સ્વરૂપ ધારણ કરી લે છે જેના કારણે નર્મદા કાંઠે મીઠાના રણ જેવા દ્રશ્યો સર્જાય છે.

નર્મદા મામલે લડત આપી રહેલા પર્યાવરણ પ્રેમી યોગેશ પંડયાએ જણાવ્યું કે સૌથી વધુ પાણી નર્મદા ડેમમાં છે છતાં સરકારી નીતિઓના કારણે ડાઉન સ્ટ્રિમમાં પાણી છોડાતું નથી સમુદ્ર 50 કિલોમીટર સુધી ઘુસી આવતા ઇકોલોજીને પણ મોટી અસર પડી રહી છે.

નર્મદા લુપ્ત થતા ઇકોલોજીને પણ અસર પહોંચી રહી છે. ખેતીની ફળદ્રુપ જમીનમાં ક્ષાર ઉતરવાથી ઉત્પાદન ઘટ્યું છે. એક સમયે જાળ ફેંકી માછલી પકડતા માછીમારો પાણીમાં કાટો નાખી એક-બે માછલી પકડી જીવન ગુજારવા મજબુર બન્યા છે. માછીમાર કચરાભાઈએ જણાવ્યું કે પાણી જ નથી તો પેટિયું કઈ રીતે રળસે માછી પરિવારોની હાલત બદતર બની છે.

આ પણ વાંચો: ચીનને છોડીને ભારત આવી શકે છે અમેરિકાની કંપનીઓ? દેશમાં વધશે રોજગારીની તકો

માછી પરિવારના સભ્ય સંગીત માછીએ કહ્યું કે નદીમાં પાણી નથી તો ધંધો નથી મોં માંથી કોળિયા છીનવી લેવાયા છે. એક સમયે જાળ નાખી સેંકડો માછલી પકડનાર માછીમારો કાંટો નાંખી એક કે બે માછલી મળવાનો ઇંતેજાર કરે છે. મીઠા પાણીના સ્ત્રોતના કિનારે મીઠુ પાકવાની બાબત ગંભીર માનવામાં આવી રહી છે. જેની તાકીદે હલ ન લાવવામાં આવે તો હાલત ગંભીર બને તો નવાઈ નહિ.

 

Experience of a student who eye witnessed the entire fire incident in Surat- Tv9

FB Comments

Ankit Modi

Read Previous

ચીનને છોડીને ભારત આવી શકે છે અમેરિકાની કંપનીઓ? દેશમાં વધશે રોજગારીની તકો

Read Next

વલ્ડૅકપ ટીમમાંથી બહાર થઈ શકે આ ખેલાડી?

WhatsApp chat