આતંકીઓની છાતી પર અંગદનો પગ સાબિત થઈ ભારતીય સેના, છેલ્લે-છેલ્લે 3 આતંકીઓને સુવડાવી આ જિલ્લાને બનાવી દિધો કાશ્મીરનો પ્રથમ આતંકમુક્ત જિલ્લો

બારામુલાના સાફિયાબાદમાં બુધવારે ત્રણ લશ્કરના આતંકવાદીઓને ઠાર કર્યા બાદ સેનાએ બારામુલાને ઘાટીનો સૌપ્રથમ આતંકમુક્ત જિલ્લો જાહેર કર્યો છે.

કેટલાંક સમયે હિજબુલના ગઢ કહેવામાં આવતા કશ્મીરના બારામૂલા જિલ્લામાં સેના અને જમ્મુ-કશ્મીર પોલીસે સાથે મળીને આતંકવાદીઓનો સફાયો બોલાવી દીધો છે. ઉત્તર કશ્મીરના આતંકવાદી પ્રભાવિત જિલ્લામાં બારામૂલા પહેલો એવો જિલ્લો ઘોષિત કરવામાં આવ્યો છે જ્યાં હવે કોઈ આતંકવાદી બચ્યો નથી. બુધવારે બારામૂલામાં સેના સાથે ત્રણ આતંકવાદીઓની અથડામણ થઈ હતી, સેનાએ તાબડતોડ કાર્યવાહી કરીને ત્રણ આતંકવાદીને ઠાર કરી દીધા હતા. આ કાર્યવાહી બાદ બારામુલા ઘાટીનો સોપ્રથમ આતંકવાદ મૂક્ત જિલ્લો બની ગયો છે.

જમ્મુ-કશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે બારામુલામાં બુધવારે કરાયેલા ઓપરેશનમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કરી દેવાયા હતા. આ ઘટનાની સાથે જ બારામૂલામાં હાલ કોઈ આતંકવાદીઓ રહ્યા નથી. ઉલ્લેખનીય છે કે ભારતીય સેના અને જમ્મુ-કશ્મીર પોલીસ દ્વારા બારામૂલા જિલ્લાના સાફિયાબાદમાં સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.

આ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલાં આતંકવાદીઓ પાસેથી સેનાને 3 એકે-47 રાઈફલ મળી આવી હતી. માર્યા ગયા આતંકવાદીઓ પર બારામૂલામાં ગ્રેનેડ હુમલા સહિત ત્રણ સ્થાનીક યુવાનોની હત્યાનો આરોપ હતો.

[yop_poll id=783]

FB Comments

TV9 WebDesk8

Read Previous

પહેલા જનસંઘ, પછી કોંગ્રેસ અને હવે NCPનો હાથ પકડશે શંકરસિંહ વાઘેલા?

Read Next

પોતાના અભિનયથી સૌને લુભાવ્યા બાદ બોમન ઈરાનીની એક નવી પહેલ, અમિતાભ બચ્ચને વધાર્યો ઉત્સાહ, જુઓ PICS

WhatsApp chat