બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ગુજરાતમાં થઈ શકે છે મેઘમહેર

પ્રતીકાત્મક તસવીર

વાયુ વાવાઝોડાના લીધે ગુજરાતમાં વરસાદ ખેંચાઈ તેવી આશંકા સેવાઈ રહી હતી. હાલમાં ભારતમાં દક્ષિણ અને મધ્યભાગમાં વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને બંગાળની ખાડીમાં જે લો-પ્રેશર સર્જાયું તે ગુજરાતમાં સારો વરસાદ લાવી શકે તેવી સંભાવના છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જે રીતે ભારતના દક્ષિણના રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે તેના પરથી લાગી રહ્યું છે ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થશે. મધ્યપ્રદેશમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે. 24 જૂનથી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. બંગાળની ખાડીમાં જે લો-પ્રેશર સર્જાયું છે તેના લીધે વરસાદનું આગમન ગુજરાતમાં થઈ શકે છે. લો-પ્રેશરના લીધે વરસાદી વાદળો ધીમે ધીમે ગુજરાત તરફ આવી રહ્યાં છે જેના લીધે ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ચાઈનીઝ દોરી પર છે પ્રતિબંધ! હકીકત સાવ છે જુદી! TV9 ને કર્યો પર્દાફાશ, જુઓ VIDEO

ગુજરાતમાં 24 જૂનથી લઈને ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો:  મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ શિવસેના અને ભાજપ બાદ શરદ પવારની પાર્ટીમાં પણ બેઠકોનો દોર શરૂ

બંગાળની ખાડીમાં જે લો-પ્રેશર ઉભું થયું છે તેની સીધી જ અસર અરબ સાગરમાં પડવાની છે અને તે ગુજરાતમાં વરસાદ લાવશે. ખાસ કરીને 25 અને 26 જૂનના રોજ દરિયામાં માછીમારોને ન જવા સૂચના આપવામાં આવી છે.

READ  Hanuman Temple priest committed suicide, Rajkot - Tv9 Gujarati

 

Special coronavirus hospital has been set up in New Civil hospital, Ahmedabad

FB Comments