BCCIએ ચીની કંપનીને કહ્યું ‘BYE BYE’, ભારતીય ટીમને મળી નવી સ્પોનસર કંપની

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ઓનલાઈન શિક્ષણ આપતી કંપની BYJU’Sને ભારતીય ટીમની મુખ્ય સ્પોનસર બનાવવાની અધિકૃત પુષ્ટી કરી છે. આ કંપની હવે ભારતીય ટીમની ટી-શર્ટ પર મોબાઈલ બનાવનારી કંપની OPPOનું સ્થાન લેશે.

આ કંપની 5 સપ્ટેમ્બર 2019થી 31 માર્ચ 2022 સુધી ભારતીય ટીમની અધિકૃત સ્પોનર રહેશે. BYJU’S હવે સપ્ટેમ્બર મહિનામાં દક્ષિણ આફ્રિકા સામેની સીરીઝથી ભારતીય ટીમની ટી-શર્ટ પર જોવા મળશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

BCCIના CEO રાહુલ જૌહરીએ BYJU’Sને ભારતીય ટીમની અધિકૃત મુખ્ય સ્પોનસર બનાવવાની જાહેરાત કરતા કહ્યું કે ભારતીય ટીમની સાથે જોડાઈ રહેવા માટે BCCI તરફથી હું OPPOને ધન્યવાદ આપુ છુ. ભારતીય ટીમના નવા સ્પોનસર BYJU’Sને શુભેચ્છા આપુ છુ. ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે BCCI અને BYJU’S હવે સાથે મળીને કામ કરશે.

BCCIના એક અધિકારીએ કહ્યું કે આ ડીલમાં BCCIને તેટલી જ રકમ મળશે જેટલી OPPO કંપની આપતી હતી. તેમાં કોઈ ફેરફાર થવાનો નથી. આ ડીલ 31 માર્ચ 2022 સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે BYJU’Sની સ્થાપના કેરળના ઉદ્યોગપતિ વાયજૂ રવિન્દ્રને કરી છે. જેની વર્તમાન કિંમત 38 હજાર કરોડ રૂપિયા છે. ત્યારે BYJU’Sના CEOએ કહ્યું કે ભારતીય ટીમ માટે મુખ્ય સ્પોનસર બનવા પર અમને ગર્વ છે. એક શિક્ષણ કંપનીના રૂપમાં BYJU’S હંમેશા બાળકોના વિકાસમાં મદદ કરે છે.

READ  ગુજરાત જસદણ વિધાનસભાની પેટાચૂંટણી (પ્રતિષ્ઠા) નું આવતીકાલે પરિણામ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભારતમાં કરોડો લોકો ક્રિકેટથી પ્રભાવિત છે અને અમને વિશ્વાસ છે કે દરેક બાળક હવે આનાથી પ્રભાવિત થશે. ભારતીય ટીમની ટી-શર્ટ પર વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ દરમિયાન સુધી OPPOનો લોગો રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

READ  હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં હજી આટલા દિવસ પડશે ધ્રૂજાવી દેતી ઠંડી

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ 3 ઓગસ્ટથી શરૂ થશે અને 2 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. દક્ષિણ આફ્રિકા 15 સપ્ટેમ્બરથી ભારતનો પ્રવાસ કરશે અને આ સીરીઝની સાથે મેજબાન ટીમની જર્સી પર લાગેલો લોગો પણ બદલાઈ જશે.

 

After fight with wife, man attempts suicide in Ravpura police station, Vadodara | Tv9GujaratiNews

FB Comments