BCCIએ રાહુલ દ્રવિડને મોકલી નોટિસ, સૌરવ ગાંગૂલીએ ‘ભગવાન’ પાસે માંગી મદદ

BCCIના એથિક્સ ઓફિસરે દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડને ‘હિતોના ટકરાવ’ મામલે નોટિસ મોકલી છે. તેની પર નારાજગી વ્યક્ત કરતા પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગૂલી રાહુલ દ્રવિડના સમર્થનમાં આવ્યા છે. ગાંગૂલીએ બોર્ડની આ નોટિસ પર ટ્વિટ કર્યુ કે ‘ભગવાન ભારતીય ક્રિકેટની મદદ કરો’.

ગાંગૂલીના આ ટ્વિટ પર તેમની કેપ્ટનશીપમાં રમી ચૂકેલા ઓફ સ્પિનર હરભજન સિંહે પણ તેમનું સમર્થન કર્યુ. BCCIના એથિક્સ ઓફિસર નિવૃત જસ્ટિસ ડી.કે.જૈને હિતોના ટકરાવ મામલે મધ્યપ્રદેશ ક્રિકેટ એશોસિએશનના સભ્ય સંજય ગૃપ્તા દ્વારા લગાવવામાં આવેલા આરોપો પછી રાહુલ દ્રવિડને નોટિસ મોકલી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પીએમ મોદીએ મલેશિયાના પીએમ સાથે કરી મુલાકાત, જુઓ VIDEO

ભારતીય ક્રિકેટ માટે વર્ષો સુધી પોતાની સેવા કરનારા પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને નોટિસ આવી તો સૌરવ ગાંગૂલીએ તેના વિરોધમાં ટ્વિટ કર્યુ. ત્યારબાદ આ ટ્વિટ તેમની ટીમના સભ્ય રહી ચૂકેલા ઓફ સ્પિનર હરભજન સિંહે રીટ્વિટ કરીને લખ્યું હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  રાજકોટઃ ક્રિકેટ પર કોરોનાની અસર, ક્રિકેટ ચાહકોને અંતિમ દિવસે સ્ટેડિયમમાં નહીં મળે પ્રવેશ

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉલ્લેખનીય છે કે આ નોટિસનો જવાબ આપવા માટે 2 અઠવાડિયાનો સમય મળ્યો છે. દ્રવિડ પર આરોપ લગાવનારા ગુપ્તા અનુસાર રાહુલ દ્રવિડ હાલમાં નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA)ના નિર્દેશક પણ છે અને તે ઈન્ડિયા સીમેન્ટ ગ્રુપના ઉપાધ્યક્ષ પણ છે. ઈન્ડિયા સીમેન્ટ ગ્રુપ IPL ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નું માલિક પણ છે.

READ  અમદાવાદ બાદ આ શહેરવાસીઓ પણ થઈ જાઓ સાવધાન, જાહેર રસ્તાઓ પર થૂંકશો તો થશે દંડ અને તમારું વાહન પણ થઈ શકે છે ડીટેઈન

[yop_poll id=”1″]

 

News In Brief From Across Mumbai : 04-04-2020 | Tv9GujaratiNews

FB Comments