દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 સીરીઝ માટે ભારતીય ટીમની થઈ જાહેરાત, મહેન્દ્રસિંહ ધોનીને ન મળ્યું સ્થાન

bcci-announces-team-india-squad-for-south-africa-odi-series

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) દક્ષિણ આફ્રિકાની સામે 3 મેચની ટી-20 સીરીઝ માટે 15 સભ્યની ટીમની જાહેરાત કરી દીધી છે. સૌથી મોટી વાત એ છે કે ટીમમાં પૂર્વ ભારતીય કેપ્ટન અને વિકેટકીપર બેટસમેન મહેન્દ્રસિંહ ધોનીને સામેલ કરવામાં આવ્યા નથી.

ત્યારે વિન્ડીઝ પ્રવાસ દરમિયાન ટીમથી બહાર રહેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે ફાસ્ટ બોલર ભૂવનેશ્વરકુમારને 15 સભ્યોની ટીમથી બાહર કાઢવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  બાંગ્લાદેશ સામે ભારતના આ ખેલાડીએ કર્યુ ડેબ્યૂ, ક્રિકેટ ફેન્સને યાદ આવી ગયા યુવરાજ સિંહ

3 મેચની ટી-20 સીરીઝ પુરી થયા પછી 3 મેચની ટેસ્ટ સીરીઝ રમાશે. બંને ટીમોની વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત 2 ઓક્ટોબરથી થશે. દક્ષિણ આફ્રિકાની સામે ટી-20 સીરીઝ માટે ભારતીય ટીમમાં વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), કે.એલ.રાહુલ, શિખર ધવન, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, ઋષભ પંત(વિકેટકીપર), હાર્દિક પંડયા, રવીન્દ્ર જાડેજા, કુણાલ પંડયા, વોશિંગટન સુંદર, રાહુલ ચહર, ખલીલ અહમદ, દીપક ચાહર, અને નવદીપ સૈનીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

READ  સાબરકાંઠા: પ્રથમ હરોળના યોદ્ધાની કર્મનિષ્ઠા, 8 મહિનાનો ગર્ભ છતાં ફરજ પહેલા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ટી-20 સીરીઝનો કાર્યક્રમ

મેચ તારીખ સ્થળ
પ્રથમ ટી-20 15 સપ્ટેમ્બર  ધર્મશાલા
બીજી ટી-20 18 સપ્ટેમ્બર  મોહાલી
ત્રીજી ટી-20 22 સપ્ટેમ્બર  બેંગલુરૂ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ટેસ્ટ સીરીઝનો કાર્યક્રમ

મેચ તારીખ   સ્થળ
પ્રથમ ટેસ્ટ  2થી6 ઓક્ટોબર વિશાખાપટ્નમ
બીજી ટેસ્ટ  10થી 14 ઓક્ટોબર પુણે
ત્રીજી ટેસ્ટ 19થી 23 ઓક્ટોબર રાંચી
READ  VIDEO: આવતીકાલે દુકાનો ખોલવાનો નિર્ણય, અમદાવાદના આ 6 વોર્ડને મંજૂરી નહીં

 

Oops, something went wrong.

FB Comments