BIG BREAKING : હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી ઉઠાવી લેવાયો, ન્યૂઝીલૅંડ પ્રવાસે જઈ શકે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મહિલાઓ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી બદલ પ્રતિબંધિત કરાયેલા ટીમ ઇન્ડિયાના બે યુવા ખેલાડીઓ હાર્દિક પટેલ અને કેએલ રાહુલ પરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી ઉઠાવી લીધો છે.

બીસીસીઆઈની વહીટદાર સમિતિ (સીઓએ)એ ગુરુવારે મોડી સાંજે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું કે આ બંને ખેલાડીઓ પરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી નાબૂદ કરવામાં આવે છે. લોકપાલની નિમણુકમાં થઈ રહેલા વિલંબના પગલે આ પ્રતિબંધ ઉઠાવવામાં આવે છે.

READ  ચોમાસાની સાથે રાજ્યભરમાં મલેરિયા, ડેન્ગ્યૂ સહિતના કેસમાં એક પછી એક વધારો નોંધાયો

આ પણ વાંચો : જયંતી ભાનુશાળી હત્યાકાંડનો ભેદ ઉકેલાયો, છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીએ કરાવી હત્યા, જુઓ VIDEO અને જાણો કેમ કરાઈ આ હત્યા ?

બીસીસીઆઈએ પોતાના નિવેદનમાં જણાવ્યું, ‘કોઈ પણ ક્રિકેડ ખેટાલી પર તમામ પ્રકારના આરોપોનો મામલો સાંભળવા માટે બીસીસીઆઈના લોકપાલની જરૂર હોય છે, પણ લોકપાલની નિમણુક સુપ્રીમ કોર્ટમાં પેંડિંગ છે. તેથી સીઓએનું માનવું છે કે બંને ખેલાડીઓ પર જે વચગાળાનો પ્રતિબંધ લગાવાયો હતો, તેને તાત્કાલિક ઉઠાવી લેવામાં આવે.’

READ  વિશ્વકપમાં ઘાયલ થયેલ શિખર ધવનના બદલે BCCIએ મોકલ્યો એક ખેલાડી, જાણો કોણ છે આ ખેલાડી

આ પણ વાંચો : ક્યાં ખોવાઈ ગઈ ‘જુમ્મા ચુમ્મા’ ગર્લ ? ફિલ્મોથી કેમ દૂર થઈ ગઈ આ જાણીતી અભિનેત્રી ? આજ-કાલ શું કરી રહી છે અને ક્યાં રહે છે ?

કૉફી વિથ કરણ શોમાં હાર્દિક પંડ્યાના મહિલાઓ પર વિવાદાસ્પદ નિવેદન બાદ હાર્દિક અને તે શોમાં હાજર કેએલ રાહુલ બંને પર પ્રતિબંધ ફરમાવાયો હતો. તેના પગલે બંને ખેલાડીઓએ ઑસ્ટ્રેલિયા પ્રવાસ અધવચ્ચેથી છોડીને ભારત બરત ફરવું પડ્યુ હતું.

READ  TV9ના અહેવાલ બાદ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોએ એસ્ટેટ વિભાગને ફાયર સેફ્ટી લગાવવા આપ્યો આદેશ, જુઓ વીડિયો

બીસીસીઆઈએ હવે પ્રતિબંધ હાલ ઉઠાવી લેતા, હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલના ન્યૂઝીલૅંડ પ્રવાસનો માર્ગ મોકળો થઈ ગયો છે.

[yop_poll id=788]

Latest news stories from around the Gujarat : 16-09-2019 | Tv9GujaratiNews

FB Comments