ભારત-શ્રીલંકા મેચ રદ થવાથી BCCI પર લોકોએ ઉઠાવ્યો સવાલ, ગાંગૂલી પણ નારાજ

bcci-not-happy-with-guwahati-leaking-covers-india-vs-sri-lanka-1st-t20

ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટી-20 મેચ ગુવાહાટી ખાતે 5 જાન્યુઆરીના રોજ યોજાવાની હતી પણ તેને વરસાદના લીધે રદ કરવામાં આવી છે. આ બાદ બીસીસીઆઈની સોશિયલ મીડિયામાં ભારે ટીકાઓ થઈ છે. દુનિયાના સૌથી અમીર ક્રિકેટ બોર્ડ પાસે શું વરસાદથી મેદાનને ઢાંકવા માટે પૂરતા સંશાધનો નથી તેવા વેધક સવાલ બોર્ડની સામે લોકોએ ઉઠાવ્યા છે. જો કે લોકો નારાજી છે એવું નથી પણ બોર્ડના ઉચ્ચ અધિકારીઓ પણ આ ઘટનાથી નારાજ થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Khelo India 2020 : ગુવાહાટી ખાતે ગુજરાતના સ્પર્ધકોએ જીત્યા આટલા મેડલ, વાંચો વિગત

કેવી રીતે મેદાનમાં ઘૂસી ગયું પાણી?

આ પણ વાંચો :  અમદાવાદના બાવળામાં રૂપિયા ચૂકવવા છતાં ખેડૂતોને યુરિયા ખાતર મળતું નથી

વરસાદ પડશે એવી આગાહી પહેલાંથી જ વ્યક્ત કરવામાં આવી હતી. જો કે સ્થાનિક પ્રશાસને આ અંગે બેદરકારી દાખવી હોવાની વાત સામે આવી છે. જ્યારે વરસાદ પડ્યો ત્યારે મેદાનને ઢાંકવામાં આવ્યું તો પણ કવરમાં જ છેદ હોવાથી પાણી મેદાનમાં ઘૂસી ગયું હતું. આ બાદ ડ્રાયરથી મેદાનને સુકવવાની કોશિશ કરવામાં આવી પણ તેમાં સફળતા મળી નહોતી.

READ  VIDEO: કચ્છમાં કાતિલ ઠંડી, એક અઠવાડિયું ઠંડીનું જોર રહેશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બીસીસીઆઈએ આ અંગે અહેવાલ મગાવ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બીસીસીઆઈએ આ ઘટનામાં કોની બેદરકારી છે અને શા માટે વરસાદની આગાહી હોવાછતાં પણ કાળજી ના રાખવામાં આવી તે અંગે અહેવાલ મંગાવ્યો હોય તેવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. સૌરવ ગાંગૂલી પણ આ ઘટનાથી નારાજ થયા છે. ગુવાહાટીમાં વરસાદથી મેચ રદ કરવાની ફરજ પડી હતી અને લોકોએ સોશિયલ મીડિયામાં બીસીસીઆઈની ઝાટકણી કાઢી હતી.

READ  ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં બુમરાહનો ધમાકો, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ

 

FB Comments