સચિન તેંડુલકરને જન્મદિવસે જ ફટકારવામાં આવી નોટિસ, જાણો કેમ?

સચિન તેંડુલકરના જન્મદિવસે જ BCCIએ નોટિસ ફટકારીને જવાબ માગ્યો છે. સચિન આઈપીએલમાં મેન્ટરની સાથે ક્રિકેટની સલાહકાર સમિતિના સદસ્ય પણ હોવાથી આ નોટિસ ફટકારવામાં આવી છે.

BCCIના લોકપાલ અને નૈતિક અધિકારી ડી કે જૈને સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણને નોટિસ ફટકારી છે. જેમાં હિતોનો ટકરાવ થતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કારણ કે સચિન તેંડુલકર ટી-20ના ફ્રેંન્ચાઈઝી મેન્ટરની સાથે ભારતના ક્રિકેટ સલાહકાર સમિતિના સદસ્ય પણ છે. આના લીધે હિતો જોખમાય છે. વીવીએસ લક્ષ્મણને પણ આ મુદ્દાને લઈને નોટિસ ફટકારવામાં આવી છે.

READ  ઈંગ્લેન્ડની સામે આ જર્સીમાં ઉતરશે ભારતીય ટીમ, BCCIએ શેર કર્યો PHOTO

 

 

સચિન તેંડુલકરએ મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલની ટીમ જ્યારે વીવીએસ લક્ષ્મણ એ હૈદરાબાદની આઈપીએલ ટીમના મેન્ટર છે. આ ત્રીજો મામલો સામે આવ્યો છે જેમાં હિતના ટકરાવને લઈને ખબર સામે આવી છે. આ પહેલાં સૌરવ ગાંગુલી સાથે પણ આ પ્રકારની ઘટના બની હતી તેમને પણ નોટિસ ફટકારવામાં આવી હતી અને તેમને પોતાનો જવાબ ન્યાયધીશ સમક્ષ આપવો પડ્યો હતો.

READ  પૂર્વ કપ્તાન ધોનીના 10 મોટા નિર્ણયોથી ભારતીય ક્રિકેટમાં રચાયા નવા ઈતિહાસ, જુઓ VIDEO

આ પણ વાંચો:  મતદાન કર્યા બાદ કઈ આંગળી સાથે ફોટો પડાવવો તેને લઈને ગૂંચવાયા ભાજપના ઉમેદવાર રમેશ ઘડૂક, વાયરલ થયો વીડિયો

ન્યાયમૂર્તિ જૈને આ નોટિસ ફટકારીને 28 એપ્રિલ સુધીમાં જવાબ આપવા કહ્યું છે. આટલું જ નહીં પણ બીસીસીઆઈને પણ જવાબ આપવા કહેવાયું છે. આ ફરિયાદ મધ્યપ્રદેશ ક્રિકેટ સંઘના સદસ્ય સંજીવ ગુપ્તાએ કરી હતી જેને લઈને સુનાવણીમાં લોકપાલે કહ્યું કે જો નોટિસ બાદ સચિન અને લક્ષ્મણ જવાબ આપવામાં નિષ્ફળ જશે તો તેમને પોતાનો જવાબ ફરીથી આપવાનો મોકો પણ આપવામાં આવશે નહીં. આ નોટિસ આજ સચિનના જન્મદિવસે તેના ઘરે પહોંચી છે જેના લીધે સચિનની સામે એક મુશ્કેલીનો વધારો થયો છે.

READ  વિરોધ વચ્ચે ભારત V/S પાકિસ્તાન વચ્ચેના મહામુકાબલાનો જોરદાર ક્રૅઝ, 4 લાખથી વધુ લોકોએ ટિકિટ માટે કરી અરજી, ફાઇનલ કરતા ઊંચી ડિમાંડ

 

 

Oops, something went wrong.

FB Comments