ઈંગ્લેન્ડની સામે આ જર્સીમાં ઉતરશે ભારતીય ટીમ, BCCIએ શેર કર્યો PHOTO

ICC વિશ્વ કપ 2019માં 30 જૂને ભારતીય ટીમ મેજબાન ટીમ ઈંગ્લેન્ડ સાથે ટકરાશે. આ મેચમાં ભારતીય ટીમ કેસરી રંગની ટી-શર્ટ પહેરીને મેદાને ઉતરશે. જે ટી-શર્ટ પહેરીને ભારતીય ટીમ રમશે, તેની અધિકૃત તસવીર સામે આવી ચૂકી છે.

BCCIએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર ટી-શર્ટનો ફોટો શેર કર્યો છે. ટી-શર્ટના રંગને લઈને કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતાઓએ તેની પાછળ કેન્દ્રની મોદી સરકારનો હાથ ગણાવ્યો હતો, સાથે જ આરોપ પણ લગાવ્યો કે કેન્દ્ર સરકાર ક્રિકેટમાં પણ ભગવા રાજનીતિને સામેલ કરવાનો પ્રયત્ન કરી રહી છે. આ મામલે ICCએ સ્પષ્ટતા કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  PM મોદી નવરાત્રીના 9 દિવસ રાખે છે ઉપવાસ, પાળે છે કડક નિયમ

ICCએ કહ્યું કે BCCIને રંગના ઘણા વિકલ્પ આપવામાં આવ્યા હતા અને તેમને એ વિકલ્પ પસંદ કર્યો જે ટી-શર્ટનો રંગ સારો હતો. ટી-શર્ટના રંગમાં એટલા માટે ફેરફાર કરવામાં આવ્યો કારણ કે ઈંગ્લેન્ડની ટીમ ભારતની જેમ BLUE રંગની ટી-શર્ટ પહેરે છે. આ ડિઝાઈન ભારતની જુની ટી-20 ટી-શર્ટમાંથી લેવામાં આવી છે. જેમાં કેસરી રંગ હતો.

READ  IND vs BAN સામેની મેચમાં 87 વર્ષીય ભારતીય મહિલા ફેનને જોઈને ખુશ થઈ ગયા આનંદ મહિન્દ્રા, કરી આ મોટી જાહેરાત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ વિશ્વ કપમાં 2 જૂને દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશ સામેની મેચમાં તેમની ટી-શર્ટ બદલી હતી. આ મેચમાં આફ્રિકાની ટીમ લીલા રંગની જગ્યાએ પીળા રંગની ટી-શર્ટ પહેરીને મેદાન પર ઉતરી હતી.

આ પણ વાંચો: ભાવનગર જિલ્લાના શિહોરમાં ભારે વરસાદને કારણે મુખ્ય બજારમાં ઘોડપૂર જેવી સ્થિતિ, પાણીના પ્રવાહમાં કેટલાક વાહનો તણાયા, જુઓ VIDEO

 

READ  સાબરડેરીનું સુકાન સંભાળવાનો માર્ગ થયો મોકળો, સત્તાધારી 'વિકાસ પેનલ'ના વિજય સાથે હવે જામશે ચેરમેન અને વાઈસ ચેરમેનના પદ માટે જંગ
Oops, something went wrong.
FB Comments