ભારતીય ટીમના મુખ્ય કોચ માટે BCCIએ આ 6 નામને કર્યા શોર્ટલિસ્ટ

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ માટે 6 નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. ક્રિકેટ સલાહકાર સમિતી (CAC) તરફથી વર્તમાન કોચ રવિ શાસ્ત્રી સિવાય અન્ય 5 નામ શોર્ટલિસ્ટમાં છે. પૂર્વ ક્રિકેટર કપિલ દેવ CACના પ્રમુખ છે. તેમના સિવાય CACમાં અંશુમન ગાયકવાડ અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાંતા રંગાસ્વામી છે.

આ 6 નામ છે સામેલ

રવિ શાસ્ત્રી સિવાય કોચ બનવાની રેસમાં ભારતીય ટીમના પૂર્વ મેનેજર લાલચંદ રાજપૂત, પૂર્વ ફિલ્ડીંગ કોચ રોબિન સિંહ, પૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ટોમ મૂડી, ન્યૂઝીલેન્ડના પૂર્વ કોચ માઈક હેસન, અફઘાનિસ્તાનના પૂર્વ કોચ ફિલ સાઈમન્સનું નામ સામેલ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદમાં ફરી એક વખત પોલીસની દાદાગીરી, ખાખી વર્દીનો રોફ જમાવી દુકાનદાર પર લાઠીઓ વરસાવી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

16 ઓગસ્ટથી કોચના પદ માટે ઈન્ટરવ્યૂ

આ પૂરી પ્રક્રિયામાં માત્ર એક દિવસનો સમય લાગશે. કારણ કે તેના માટે માત્ર 6 ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. CACની સામે આ તમામ ઉમેદવારો 16 ઓગસ્ટે પ્રેઝન્ટેશન આપશે. ત્યારબાદ ઈન્ટરવ્યૂ ચાલશે. વિશ્વ કપ પછી મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો કોન્ટ્રાક્ટ ખત્મ થઈ ગયો હતો. વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસને લઈને તેમાં 45 દિવસનો વધારો કરવામાં આવ્યો હતો.

READ  Facebookએ ક્રિપ્ટોકરન્સી પ્લાન રજૂ કર્યો, Uber સહિત 28 કંપનીઓ હશે પાર્ટનર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments