VIDEO: રાજકોટનું બેડી માર્કેટીંગ યાર્ડ આજે સતત બીજા દિવસે પણ બંધ, વેપારીઓ પોતાની માગ પર અડગ

Bedi market yard traders strike against mosquito breeding continues on day 2, Rajkot rajkot nu bedi market yard aaje satat trija divas e pan bandh vepario potani mag par aadag

રાજકોટનું બેડી માર્કેટીંગ યાર્ડ આજે સતત બીજા દિવસે પણ બંધ રહ્યું છે અને વેપારીઓએ હડતાળ યથાવત રાખી છે. વેપારીઓ પોતાની માગ પર અડગ છે અને જ્યાં સુધી નદીમાંથી જળકુંભી દૂર ન થાય ત્યાં સુધી યાર્ડ બંધ રાખવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ આજે કોઈ નવા કાર્યની શરૂઆત કરવી નહીં

જો કે બીજી તરફ બેડી યાર્ડના સંચાલકો દ્વારા વેપારીઓ સાથે બેઠક કરીને સમજાવવાનો પ્રયાસ કરશે. આજે મચ્છરોને મારવા માટે ફોગિંગ કરવામાં આવશે. જેના માટે આજે સાંજ સુધી બેઠક મળે તેવી શક્યતા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ તરફ પોલીસ સાથે થયેલા ઘર્ષણમાં જે વેપારીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમનો જામીન પર છૂટકારો થયો છે. મહત્વપૂર્ણ છે કે બેડી માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું બીજા નંબરનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે. જે બે દિવસથી બંધ રહેતા ખેડૂતો પરેશાન છે અને રોજનું કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

READ  આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે પ્રબળો ધનલાભના યોગો છે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments