શ્રીલંકા અને સાઉથ આફ્રિકા સામેની મેચમાં એવુ તે શું થયુ કે એમ્પાયર અને ખેલાડી મેદાન પર જ સુઈ ગયા?

સાઉથ આફ્રિકા અને શ્રીલંકા સામેની મેચ દરમિયાન મેદાન પર રોચક નજારો સામે આવ્યો હતો. જ્યારે મેદાન પર હાજર રહેલા ખેલાડી અને એમ્પાયર જમીન પર સુઈ ગયા હતા. 48મી ઓવરમાં ક્રિસ મોરિસ બોલિંગ કરી રહ્યા હતા. મોરિસ ઓવરનો છેલ્લો બોલ નાખવાના હતા અને અચાનક મધમાખીઓ આવી ગઈ હતી.

મેદાન પર એટલી મધમાખીઓ આવી ગઈ હતી કે ખેલાડીઓએ મેદાન પર સુઈ જવુ પડ્યુ હતુ. તેને લઈને મેચમાં થોડો વિરામ રહ્યો હતો. શાનદાર બોલર્સ અને તોફાની બેટસમેનોને મધમાખીઓની સામે અસહજ જોઈને દર્શકો પણ માહોલનો મજા લઈ રહ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વિશ્વ કપમાં એમ્પાયરિંગ કરી રહેલા કુમાર ધર્મસેના સોશિયલ મીડિયા યુઝર્સના નિશાને આવ્યા, Memes થયા વાયરલ

આ પણ વાંચો: મુંબઈમાં સતત વરસાદના લીધે જનજીવન પર અસર, હજુ 36 કલાકમાં ભારે વરસાદની આગાહી

 

ICCએ આ દ્રશ્યને લઈને ટ્વિટ કર્યુ અને અલગ પ્રકારે તેની પર ટિપ્પણી પણ કરી. ઉલ્લેખનીય છે કે પહેલા પણ જ્યારે મધમાખીઓને લીધે ખેલાડીઓને મેદાનમાંથી પરત ફરવુ પડ્યુ છે. 2017માં જોહનસબર્ગમાં પણ આ નજારો જોવા મળ્યો હતો. ત્યારે પણ આ બંને ટીમો જ આમને-સામને ટકરાઈ હતી.

READ  ક્રિકેટ રસીકો માટે સારા સમાચાર, શ્રીલંકા બાદ હવે IPL 2020ની મેજબાની માટે આ દેશની ઓફર!

 

Oops, something went wrong.
FB Comments