આજથી બેન્કના કોઇ પણ કામ કરતાં પહેલાં બેન્કિંગના નવા ફેરફાર ઝડપથી જાણી લો એક ક્લિક પર

The banking new terms_Tv9
The banking new terms_Tv9

1 ડિસેમ્બરથી બેન્કિગ ક્ષેત્રે મોટા ફેરફાર થઈ રહ્યા છે. જેના કારણે તમારું જીવન સરળ બની રહેશે. આ માટે ઘણાં નાના પરંતુ તમારા જીવનને સીધી અસર કરે તેવા ફેરફાર થઇ રહ્યા છે.

આવો જાણીએ શું છે નવા ફેરફાર

  1.  જે પેન્શન ધારકો પાસે પોતાના જીવીત હોવાનું પ્રમાણ પત્ર બેન્કમાં જમા ન કરાવ્યું હશે તેમનું પેન્શન બંધ થઇ જશે. દર વર્ષે નવેમ્બરના અંત સુધી પેન્શન ધારકોએ આ કરવાનું રહેશે. પરંતુ આ વર્ષે 30 નવેમ્બર છેલ્લી તારીખ હતી.
  2. પાન કાર્ડની અરજીમાં હવે પિતાની જગ્યાએ માતાનું નામ પણ આપી શકાશે. આ વ્યવસ્થા તે આયોજકો માટે કરવામાં આવી છે જેમના માતા-પિતા કોઈ કારણથી અલગ થઈ ગયા હોય. અથવા એકલી જ માતા બાળકને સાચવી રહી હોય છે.
  3. દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)માં જે ગ્રાહકોનો મોબાઇલ નંબર રજીસ્ટર નહીં હશે તેમની ઇન્ટરનેટ બેન્કિંગ સેવા જ બંધ થઇ જશે. જેના માટે બેન્ક તરફથી ગ્રાહકોને મેસેજ આપી દેવામાં આવ્યો છે. જો તમારો મોબાઇલ નંબર રજીસ્ટર છે કે નહીં તેના માટે SBIની વેબસાઇટ પર જવાનું રહેશે. જ્યાંથી તમને માહિતી મળી શકશે.
  4. SBI મોબાઇલ વોલેટ પણ શનિવારે બંધ થઇ જશે. જેના સ્થાન પર યોનો એપ કામ કરશે.
  5. SBI શાખાથી પેન્શનની રકમ લેનાર 76 વર્ષની ઉંમરના પેન્શન ધારકોને લોન લેવા માટે પ્રોસેસિંગ ફી આપવી પડશે. આ નિયમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પેન્શન ધારકોને લાગુ થશે.
  6. દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર મુસાફરોએ હવે 77 રૂપિયા સર્વિસ ચાર્જ આપવો પડશે. શુક્રવાર સુધી તે સ્થાનિક ટિકિટ પર 10 અને ઈન્ટરનેશનલ ટિકિટ પર રૂ. 45નો ચાર્જ હતો. આ ફી દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ દ્વારા લેવામાં આવે છે. એરપોર્ટ ઈકોનોમિક રેગુલેટરી ઓથોરિટી (એઆઈઆરએ) સર્વિસ ચાર્જ રિવાઈવ કરવાની મંજૂરી આપી દીધી છે.
READ  ગુજરાતના જવાન જમ્મુ-કાશ્મીરમાં થયા શહીદ, જુઓ VIDEO

આ પણ વાંચો : ગુજરાત શિક્ષણ બોર્ડનો છબરડો: ધો.6ના પાઠ્યપુસ્તકમાં ગુજરાતના નકશામાં નથી છોટાઉદેપુર સહિત 6 જિલ્લાઓ!

7. શનિવારથી ડ્રોન ઉડાવવા માટેની મંજૂરી મળી જશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તે સાથે જોડાયેલી રાષ્ટ્રીય નીતિ તૈયાર કરી છે.તે અંતર્ગત ડ્રોનના માલિકો અને પાઈલટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને ઉડાનની મંજૂરી લેવી પડશે. તે માટે એપ પર અરજી કરીને તુરંત ડિજિટલ પરમિટ મેળવી શકાય છે.

READ  જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ ઉગ્રવાદીઓ અને ભારત સરકારને કરી આ અપીલ

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[yop_poll id=”86″]

On cam; Farmer forced to buy pesticide along with urea by agro-service centre owner in Aravalli

FB Comments