લોકસભાની ચૂંટણી પહેલાં મહારાષ્ટ્રમાં મહાજંગ, શું વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે?

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અશોક ચવ્હાણે એક બ્રેકિંગ ન્યૂઝ આપ્યા છે.  તેમણે જાહેર સભામાં મહારાષ્ટ્ર સરકાર પર આરોપ કર્યો કે શિયાળું અધિવેશન બાદ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેંદ્ર ફડણવીસ પોતાની વિધાનસભા બરખાસ્ત કરવાના છે.

બીજી તરફ શિવસેના એ માનવા તૈયાર નથી કે લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે થશે. છતાં તેમના મુજબ જો ભાજપ આમ કરે તો પણ શિવસેના તેના માટે તૈયાર છે. શિવસેના માને છે કે મુખ્યપ્રધાને આ બાબત ચોખવટ કરવી જોઈએ. જોકે કોંગ્રેસના આ આરોપોને મુખ્યપ્રધાન દેવેંદ્ર ફડણવીસે ખોટા જણાવ્યા. તેમનું કહેવું છે કે  લોકસભા ચૂંટણી મે મહિનામાં થવાની શક્યતા છે. મહારાષ્ટ્ર સરકારનો કાર્યકાળ નવેમ્બરમાં પૂરો થાય છે. મારી સરકાર પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરશે. બન્ને ચૂંટણી એકસાથે કરાવવાનો સરકારનો ઈરાદો નથી. કોંગ્રેસ ગભરાઈને આવા આરોપો કરી રહી છે.

મુખ્યપ્રધાને સ્પષ્ટ કરી દીધું છે કે લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે નહીં થાય. એવામાં કોંગ્રેસના દાવામાં કેટલો દમ છે, એ વિધાનસભાના અધિવેશન બાદ સામે આવી જશે. જ્યારે કોંગ્રેસ કહી રહી છે કે આ ભાજપનો દાવ છે  જેનાથી લોકસભાની સાથે જ વિધાનસભાની ચૂંટણી પણ થઈ જાય અને તેમને ફાયદો મળે.

[yop_poll id=1224]

READ  અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં હિંસક પ્રદર્શન! પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે છોડ્યા ટિયર ગેસના સેલ, જુઓ VIDEO

Surat: Girl attempts suicide by jumping off bridge, saved | TV9News

FB Comments