21મી સદીઓમાં ચોરના હાથ તો ‘કાનૂનથી પણ લાંબા’,જાણો કેવી રીતે કરે છે દિવાસળીની મદદથી ચોરી

બેન્ક ગુનેગારો લોકોને છેતરવાં માટે નવા નવા નુસ્ખા કરતાં હોય છે. જેમાં હવે બેંકોમાં ફ્રોડની ઘટનામાં નવો જ મોડ જોવા મળી રહ્યો છે. આ માટે અનેક ગેંગ વિચિત્ર બની છે. હવે ચોરો દ્વારા નવા જ કીમિયા અજમાવી રહેવામાં આવી છે જે જાણીને તમે પણ ચોંકી જશો. ફ્રોડની આ ઘટના રાજધાની નવી દિલ્હીમાં સામે આવી છે.

આ પણ વાંચો : ગુજરાત સરકારે સવર્ણ યોજનામાં 69 બિનઅનામત જાતિઓની યાદી કરી જાહેર,જાણો કોનો કોનો કર્યો સમાવેશ ?

એક તપાસમાં સામે આવ્યું છે કે, ATM માંથી પૈસાની લૂંટ ચલાવવા માટે દિવાસળી, ગ્લૂ સ્ટિક, થર્મો કૈમ, સ્કીમર, શોલ્ડર સર્ફિંગ (પાછળ ઉભા રહીને યૂઝર્સનો પીન જાણી લેવો), સ્લીક ટ્રીક એટ પાઉચ અને સ્લીક ટ્રીક કેશ ડિસ્પેન્સર જેવી રીતો અપનાવી રહ્યાં છે. સાઈબર એક્સપર્ટ પ્રબેશ ચૌધરીએ દાવો કર્યો છે કે, ચિરાગ દિલ્હીમાં પીએનબીના ATM હેક કેસ ‘સ્કીમર ટ્રિક’નો જ ઉપયોગ કર્યો હશે.

નવા ATM થી કરવામાં આવે છે ચોરી

તાજેતરમાં આ રીતનો એટીએમ ફ્રોડ માટે સૌથી વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સાઈબર સિક્યોરિટી એજન્સીના ડાયરેક્ટર મનીષ કુમાવત આ ડિવાઈસ અને ઉપયોગની જાણકારી આપતા કહે છે કે, એટીએમ ક્લોનિંગ કાર્ડ પર નિર્ભર કરે છે કે કેવું છે. જો તમે મને ફ્રેશ એટીએમ આપ્યો અને મારી પાસે બ્લેંક કાર્ડ છે તો હું સરળતાથી તેને ક્લોનિંગ કરી શકુ છું.

ATM માં કેમેરો લગાવી કરવામાં આવે છે પાસવર્ડ હેક

આ માટે એક ખાસ ડિવાઈસની જરૂર પડતી હોય છે. જેનાથી તેને સ્કેન કરી બ્લેંક કાર્ડમાં મુકી દેવામાં આવે છે. ત્યાર બાદ જરૂર પડે છે, એટીએમ પીનની જેનાથી ફ્રોડ કોલ્સ દ્વારા યૂઝર્સના ફોન પર પણ લઈ શકાય છે અને એટીએમમાં ઉભેલા વ્યક્તિની પાછળ ઉભા રહીને પીન જાણી શકાય છે.

ડ્પુલિકેટ ક્લોનિંગ મશીનનો કરવામાં આવે છે ઉપયોગ

કેવીરીતે બચશો તમે ? 

આ અંગે ખુલાસો કરતાં સાઈબર એક્સપર્ટે જણાવ્યું કે, ઓનલાઈન ટ્રાન્જેક્શનમાં કોઈ જ સમસ્યા આવતી નથી. સૌથી જરૂરી એ છે કે ગ્રાહકે કાર્ડ સ્વાઈપ કરતી વખતે થોડું સાવધાન રહેવું પડશે. કાર્ડ એકદમ સરળતાથી ના જઈ રહ્યું હોય તો એ તપાસી લો. એટલું જ નહીં સાથે એ પણ તપાસી લો કે ઉપર કે નીચે ક્યાંય કેમેરા તો લાગ્યા નથીને.

After Kankariya tragedy, Municipal corporation orders shut down of all rides in Adventure park

FB Comments

TV9 Web Desk6

Read Previous

દુબઈની રાજકુમારીનો વિવાદ! જે ઘરેથી ભાગી, હાલ પાછી દુબઈમાં હોવાનો દાવો અને સંડોવાયું ભારતનું નામ!

Read Next

કોણ છે આ ગુજરાતણ જેની સામે ઐશ્વર્યા રાય, દીપિકા પાદુકોણ, નીતા અંબાણી જેવી સેલિબ્રિટીસને લંબાવવો પડે છે હાથ

WhatsApp પર સમાચાર