શું તમારા બાળકનો સ્વભાવ ચીડીયો થઈ ગયો છે, તો આ રિપોર્ટ તમે જરૂરથી વાંચ જો

PUBG Game_Tv9

PUBG Game_Tv9

સાવધાન: PUBG તમારી માનસસિક સ્થિતિ બગાડી શકે છે

પહેલાના જમાનામાં દારૂ, ડ્રગ્સ અને જુગારના કારણે પારિવારિક ઝઘડાઓ થતા હતા. પણ હવે એક એવું ડિજિટલ પાસું સામે આવ્યું છે જે પારિવારિક ઝઘડાઓ તેમજ માનસિક રોગનું મુખ્ય કારણ બની શકે છે. શું છે એ મુશ્કેલી નોતરતું ડિજિટલ પાસુ જોઈએ.

આ પણ વાંચો : કેવી રીતે કરશો Whatsapp groupમાં વીડિયો કોલિંગ, જાણો સરળ સ્ટેપમાં

હાલમાં એક ગેમ ઘણી પ્રચલિત થઇ છે. આ એક એવી ગેમ છે જેના કારણે પારિવારિક ઝઘડાઓ વધી રહ્યા છે, ક્યાંક મર્ડરની પણ ઘટનાઓ બની છે. અને એનાથી વધીને આ ગેમ તમને માનસિક રોગનો શિકાર પણ બનાવી શકે છે.

શું છે કારણ ? 

ટૂંક જ સમયમાં પ્રચલિત બનેલી પબ જી(PUBG) ગેમ આજકાલના દરેક યુવાન માટે ટાઈમપાસનો ઉત્તમ વિકલ્પ છે. હાઈ ડેફિનેશન વાળા ગ્રાફિક્સ , મલ્ટી પ્લેયર , વોઈસ ચેટ જેવા અત્યાધુનિક ફીચર સાથે માર્કેટમાં PUBG ગેમ ધૂમ મચાવી રહી છે. PUBG ગેમમાં મલ્ટી પ્લેયર જેવા ફિચર્સ હોવાના કારણે આ ગેમમાં દૂરના મિત્રો સાથે મજા પણ માણી શકાય છે.

જો કે પોઝિટીવ પાસાની સાથે આ ગેમની ખરાબ અસર પણ છે. PUBG ગેમ એકવાર મોબાઈલમાં ઈન્સ્ટોલ થઈ જાય એટલે યુવાનોને આ ગેમની લત લાગી જાય છે. અનેક એવા યુવાનો છે જેમને પબજીની લત લાગી ચૂકી છે. દિવસ-રાત PUBG ગેમમાં રચ્યા પચ્યા રહે છે.

શું કહેવું છે મનોચિકિત્સકોનું?

તેમના અનુસાર આ ગેમ લાંબા ગાળે રમનારના માણસ પર ખરાબ અસર કરી શકે છે. ગેમ એડિક્ટિવ હોવાના કારણે યુવાનો આ ગેમ પાછળ વધુને વધુ સમય પસાર કરવા લાગે છે. મોબાઈલ ફોનમાં ગેમ રમવાના કારણે રમતનારને શારિરીક તેમજ માનસિક અસર થઈ શકે છે. તો અભ્યાસ કરતા નાના બાળકો માટે આ ગેમ ખતરનાક સાબિત થઈ શકે છે..

PUBG ગેમ રમવાના કારણે હત્યા (દિલ્હીમાં ત્રિપલ મર્ડરનો કેસ), ડિપ્રેશન જેવા બનાવો પણ દેશમાં બની ચૂક્યા છે. ત્યારે PUBG ગેમને માત્ર ટાઈમપાસ માટે ચોક્કસ સમય સુધી જ રમવી હિતાવહ છે.

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Top News Stories From Gujarat: 21/7/2019| TV9GujaratiNews

FB Comments

TV9 Web Desk6

Read Previous

સંસદીય સમિતિ સામે RBI ગવર્નરે નોટબંધીની અસર પર આપ્યો સણસણતો જવાબ !!!

Read Next

SAARC સંમેલન માટે શું વડાપ્રધાન મોદી પાકિસ્તાન જશે? સુષ્મા સ્વારજે કર્યો ખુલાસો

WhatsApp પર સમાચાર