ભગવાન જગન્નાથનું મોસાળ, જ્યાં 1 મિનિટમાં 1600થી વધુ લોકો કરી લે છે ભોજન

અમદાવાદમાં ભગવાન જગન્નાથની યાત્રા પોતાની અનેક લાક્ષણિકતા માટે જગ વિખ્યાત છે. ત્યારે ભગવાનના મોસાળમાં કરવામાં આવતી વ્યવસ્થા પણ મેનેજમેન્ટનો ઉત્તમ નમનો છે. અહી 2 કલાકમાં 2 લાખ લોકો ભોજન કરે છે. એક મિનિટમાં અદાજે 1600થી વધુ લોકોને જમાડી દેવામાં આવે છે, જેના માટે તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

ત્યારે આ જમણવાર માટે હજારો કિલો સમાગ્રી પણ એકત્ર કરી દેવામાં આવી છે. સરસપુરની પોળો અને શેરીઓમાં વર્ષોથી આવનાર ભક્તો માટે આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભગવાન જગન્નાથ મોસાળમાં આવે તે પહેલા તેમના માટેની તૈયારીઓ શરુ કરી દેવાામાં આવી છે. અહી મોહનથાળથી પ્રસાદ બનાવવાની શરુઆત કરી દેવામાં આવી છે.

READ  VIDEO: AMCની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી, શહેરમાં 4 ઈંચ વરસાદમાં જ 28 ભૂવા પડ્યા

સ્થાનિક આગેવાન અને લવારશ્રી યુવક મંડળના આગેવાન કે.સી.દવેએ જણાવ્યું કે અહી વિવિધ 14 જેટલી શેરીઓ અને પોળો છે. જેમાં લુહાર શેરી, કડીયાવાડ, વાસણ શેરી, મોટી સાળવી વાડ, શરણગાર શેરી, આંબલીવાડ, લીમડા પોળ, પીપળાવાળા પોળ, ઠાકોર વાસમાં બે રસોડા, ગાંધીની પોળ, તળીયાની પોળ, સ્વામીનારાયણ મંદીર, પાંચાવાડ, વાડવાળો વાસમાં તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

એક અંદાજ મુજબ 2 લાખ જેટલા શ્રધ્ધાળુઓ રથયાત્રાના દિવસે ભગવાનની યાત્રા સાથે મોસાળ એટલે કે સરસપુરમાં પહોચશે તો પછી રેકીંગ પ્રમાણે તમામ શ્રધ્ધાળુઓને વિવિધ પોળોમાં ડાયવર્ટ કરવામાં આવશે.

સ્થાનિક આગેવાન નરસિંહ પટેલે જણાવ્યું કે હજારો કિલોની સામગ્રીનો આ પ્રસાદ જમણવારમાં વપરાય છે પણ એક અંદાજ પ્રમાણે 4 હજાર કિલો મોહન થાળ, 450 કેન ઘી, 2 હજાર કિલો ખાંડ, 3 હજાર કિલો ચણાનો લોટ, જ્યારે જમણવારમાં પુરી, શાક, બુંદી, ફુલવડી, છાશ આપવામાં આવશે.

READ  વિવાદનો પર્યાય અમદાવાદની DPS સ્કૂલને લઈ કલેકટરના આદેશ બાદ તપાસ તેજ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જેના માટે 15 હજાર કિલો બટેકા, 400 કિલો ટામેટા, 3500 લીટર તેલ, 400 કિલો ગરમ મસાલા, 200 કિલો લીલો મસાલો, 200 કિલો પરચુરણ જીરુ, રાઇ વગેરે, 35 હજાર કિલો લોટનો ઉપયોગ થશે.

[yop_poll id=”1″]

આમ 11થી 1 વાગ્યા સુધીમાં 2 લાખ લોકોનો જમાણવાર કરવામાં આવે છે. એટલે કે એક મિનિટમાં 1600થી વધુ લોકો જમશે. જેના માટે પુરી વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

READ  Mamata Kulkarni's husband and drug mafia Vicky Goswami held in Kenya - Tv9

આમ જે રીતે ભગવાન જગન્નાથને મોસાળમાં આવકારવા માટે શ્રધ્ધાળુઓ થનગની રહ્યા છે, તે બતાવે છે કે તે શ્રધ્ધાળુઓનું આયોજન પણ કોઇ કોર્પોરેટ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓથી ઓછું નથી હોતું.

આ પણ વાંચો: શું અમિત શાહ રાજ્યસભામાં કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધારવાનું બિલ પાસ કરાવી શકશે?

તે પણ સ્થાનિકોનો સાથ સહયોગ અને આંતરિક સમજથી સમગ્ર આયોજનમાં કોઇ પણ કચાસ નથી રહેતી. ત્યારે મોસાળમાં જમણવારના આયોજન ભક્તજનો માને છે કે અહી આવાનારા અમારા ભાણેજો છે. જેથી તેમને કોઇ ઓટ ન આવે તે જોવાની જવાબદારી પણ તેમની છે.

 

Top 9 National News Of The Day : 21-02-2020 | Tv9GujaratiNews

FB Comments