ભાઈબીજના તહેવારની ઉજવણી કરવા માટે જાણો શું છે શુભ મુહૂર્ત

દિવાળીના બીજા દિવસે કારતક શુક્લ બીજના રોજ ભાઈબીજનો પર્વ મનાવવામાં આવે છે. આ તિથીથી યમરાજ અને બીજની તિથીને સંબંધ હોવાને કારણે તેને યમદ્વિતીયા પણ કહેવામાં આવે છે. આ દિવસે બહેન તેના ભાઈને તિલક કરે છે. તેનું સ્વાગત કરે છે અને ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. માનવામાં આવે છે કે જે ભાઈ ભાઈબીજના દિવસે બહેનના ઘરે જઈ ભોજન ગ્રહણ કરે છે અને તિલક કરાવે છે. તેમનું અકાળે મૃત્યુ નથી થતુ. ભાઈબીજના દિવસે જ યમરાજના સચિવ ચિત્રગુપ્તજીની પણ પૂજા થાય છે.

READ  ગરીબોની કસ્તૂરી એવી ડુંગળીની કિંમત મહત્તમ સપાટીએ પહોંચી, જાણો 1 કિલો માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
પ્રતીકાત્મક તસવીર

કેવી રીતે મનાવશો ભાઈબીજનો તહેવાર?

આજના દિવસે ભાઈ વહેલી સવારે ચંદ્રના દર્શન કરે, ત્યારબાદ યમુનાના પાણીથી સ્નાન કરે અથવા તાજા પાણીથી સ્નાન કરે. પોતાની બહેનના ઘરે જાય અને ત્યાં બહેનના હાથથી તૈયાર કરેલુ ભોજન ગ્રહણ કરે, બહેન ભાઈને ભોજન કરાવે અને તેમને તિલક કરીને આરતી કરે. ભાઈ યથાશક્તિ પોતાની બહેનને ઉપહાર આપે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કેવી રીતે બનાવશો કિસ્મત ચમકાવનારૂ તિલક?

શુદ્ધ કેસરની 27 પતીઓ લો અને તેમાં શુદ્ધ લાલ ચંદન અને ગંગાજળ મિલાવો, ત્યારબાદ ચાંદીની વાટકી કે પીતળની વાટકીમાં આ તિલક તૈયાર કરો. પોતાના ભાઈને તિલક કર્યા પહેલા આ વાટકી ભગવાન વિષ્ણુના ચરણોમાં રાખો. ॐ નમો નારાયણાય મંત્રનો 27 વખત જાપ કરો, હવે આ તિલક સૌથી પહેલા ગણપતિ ભગવાન અને વિષ્ણુ ભગવાનને કરો. ત્યારબાદ આ તિલક બહેન પોતાના ભાઈને ઉત્તર પૂર્વ દિશા તરફ મોં રાખીને તિલક કરે. ત્યારબાદ બહેન ભાઈને મિઠાઈ ખવડાવી અને ભાઈ પણ બહેનને મિઠાઈ ખવડાવી મોં મીઠું કરાવે, આમ કરવાથી ભાઈ અને બહેન વચ્ચેનો પ્રેમ હંમેશા માટે વધતો રહેશે.

READ  ખેડૂતો માટે ખુશખબરી! ખેડૂતોને હવે ખેતી કરવા માટે પૈસા આપશે બૅન્ક, સરકાર લાવશે આ પ્લાન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભાઈ-બીજનું શુભ મુહૂર્ત

ભાઈ-બીજની શરૂઆત 29 ઓક્ટોબર સવારે 6 કલાક અને 13 મિનિટથી થશે અને 30 ઓક્ટોબર સવારે 3 કલાક અને 48 મિનિટે સમાપન થશે. ભાઈબીજનું શુભ મુહૂર્ત બપોરે 1 વાગ્યે અને 11 મિનિટથી બપોરે 3 વાગ્યે અને 23 મિનિટ સુધી છે.

READ  કાર ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, જાણો કેવી રીતે વસૂલાય છે વધારે રુપિયા?

 

Oops, something went wrong.
FB Comments