ભારતે પાકિસ્તાનના ખેલાડીઓ પર પ્રતિબંધ શું લગાવ્યો, ઑલિમ્પિક કમિટિએ ભારતમાં ઈવેન્ટ પર જ પ્રતિબંધ લગાવી દીધો

ભારતમાં 20 ફેબ્રુઆરીથી શૂટિંગ વલ્ડૅ કપની શરૂઆત થઈ છે. આ વલ્ડૅ કપ 28 ફેબ્રુઆરી સુધી ચાલશે.

9 દિવસ ચાલનારા આ ઈવેન્ટમાં 61 દેશોના 500 શૂટર્સ ભાગ લઈ રહ્યાં છે પણ આ શૂટર્સમાં થી 2 ખેલાડીઓને ભારતમાં આવવાની ના પાડી દીધી છે. કારણ કે આ 2 ખેલાડીઓ પાકિસ્તાનના હતા. ભારતે આ 2 ખેલાડીઓને પુલવામામાં થયેલ હુમલા પછી વીઝા નહીં આપવો નિર્ણય કર્યો છે.

આ બંને પાકિસ્તાની શૂટર બશીર અને ખલીલ અહમદ હતા. તે આ નિર્ણય પછી આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિની પાસે ગયા. પાકિસ્તાને કહ્યું કે તેમની સાથે ખોટું થયું છે. તેમની અરજી પછી IOC(ઈન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટી)માં બેઠક કરવામાં આવી અને નિર્ણય લેવામાં આવ્યો કે ભારતે પાકિસ્તાનના ખેલાડીઓની સાથે ખોટું કર્યું છે. ત્યારબાદ ભારત પર કાર્યવાહી કરતા IOCએ ભારતમાં ઓલિમ્પિકથી જોડાયેલ બધી જ ઈવેન્ટસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેમને બીજા બધાં જ આંતરરાષ્ટ્રીય રમત સંઘોને પણ અપીલ કરી હતી કે તે ભારતમાં રમતોનું આયોજન ના કરે. આ નિર્ણય સ્વિટ્ઝર્લેન્ડના લૌસેનમાં થયેલ ઓલમ્પિક કાર્યકારી સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો.

READ  VIDEO: અમદાવાદ બજેટ બોર્ડમાં કોર્પોરેટર મીઠી ઉંઘ માણતા દેખાયા

આ પણ વાંચો : લોકસભાની ચૂંટણી પહેલાં Twitter લેશે દેશની તમામ રાજનીતિક પાર્ટીઓના ક્લાસ

સમિતિએ કહ્યું કે જ્યાં સુધી ભારત સરકાર તરફથી લેખિતમાં ખાતરી નથી મળતી, ત્યાં સુધી આ પ્રતિબંધ રહેશે. કારણ કે ભારતે પાકિસ્તાનના ખેલાડીઓને વીઝા ના આપીને ઑલિમ્પિક ચાર્ટરના નિયમોનું ઉલ્લઘંન કર્યું છે. નિયમ પ્રમાણે કોઈ પણ આયોજક દેશ કોઈ પણ ખેલાડીઓની સાથે કોઈ ભેદભાવ ના રાખી શકે, તે ખેલાડી કોઈ પણ દેશનો હોય.

READ  ભારતની સાથે યુદ્ધની સ્થિતિમાં પહોંચેલા પાકિસ્તાનને કેમ મદદ નથી કરી રહ્યું તેનું 'પરમમિત્ર' ચીન ?

[yop_poll id=1700]

Oops, something went wrong.

FB Comments