ભારતની પ્રથમ કોરોના વાઈરસની રસી ‘કોવેક્સિન’ તૈયાર, જૂલાઈ મહિનામાં શરૂ થશે હ્યુમન ટ્રાયલ

bharat-biotech-developed-india-first-vaccine-candidate-covaxine-for-covid-19

વેક્સિન નિર્માતા કંપની ભારત બાયોટેક(Bharat Biotech)એ સોમવારના દિવસે મોટી જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે દેશની સૌપ્રથમ કોરોના વેક્સિન સફળતાપૂર્વક બનાવવામાં આવી છે. બાયોટેકએ નિવેદનમાં કહ્યું કે આ વેક્સિન ICMR,નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી સાથે મળીને સંયુક્તરૂપે બનાવવામાં આવી છે. આ ઉપરાંત કંપનીએ વધુમાં ઉમેર્યું કે કોરોના વાઈરસનની વેક્સિનનું હ્યુમન ટ્રાયલ જૂલાઈ મહિનામાં શરૂ કરવામાં આવશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગાંધીનગરની દહેગામ APMCમાં પેડી(ચોખા) ના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ

bharat-biotech-developed-india-first-vaccine-candidate-covaxine-for-covid-19

આ પણ વાંચો : વડોદરામાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પર ભરાયા પાણી, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભારત બાયોટેક કંપનીએ આ દવાને કોવેક્સિન નામ આપ્યું
ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ ડ્ર્ગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગનાઈઝેશન અને ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે પણ ફેઝ-1 અને ફેઝ-2 માટે દવાના હ્યુમન ટ્રાયલ માટે મંજૂરી આપી છે. આ સિવાય કંપનીએ ભારત સરકારને દવાની તમામ પ્રી-ક્લીનિકલ સ્ટડીઝ ઉપલબ્ધ કરાવી હતી. જે બાદ સરકારના વિવિધ વિભાગો દ્વારા આ દવાને મંજૂરી આપવામાં આવી છે.

READ  VIDEO: GTUની BOGની બેઠકને લઈ NSUIનો વિરોધ, પ્રોફેસર માટે અગાઉથી ઉમેદવારોના નામ નક્કી હોવાનો આક્ષેપ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારત બોયોટેક કંપનીના ચેરમેન ડૉ. કૃષ્ણા એલાએ આ દવા વિશે માહિતી આપતાં કહ્યું કે અમે કોવિડ-19ની વિરુદ્ધમાં ભારતમાં નિર્મિત વેક્સિનની જાહેરાત કરતાં ગર્વ અનુભવીએ છીએ. આ વેક્સિનના વિકાસમાં ICMR અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની ભાગદારી મહત્વપૂર્ણ રહી છે. પ્રી-ક્લીનિકલ સ્ટડીઝના પરિણામ સારા રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે આ પ્રથમ કોરોના વેક્સિન કોઈ ભારતીય કંપની દ્વારા બનાવવામાં આવી છે. જો કે આ વેક્સિનન સફળ થાય છે કે નહીં તે વિશે હ્યુમન ટ્રાયલ પછી જ જાણકારી મળી શકશે.

READ  ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસ વધીને 21,370 થયા, જાણો રાજ્ય પ્રમાણે સ્થિતિ

 

Oops, something went wrong.

 

FB Comments