વિરાટ એન્ડ કંપનીના કારણે સલમાન ખાનની ફિલ્મનું Opening Collection થઈ શકે છે ફ્લોપ? જાણો બંન્ને વચ્ચેનું Connection

સલમાન ખાનની ફિલ્મ ભારત 5મી જુન એટલે કે ઈદના ખાસ દિવસે સિનેમાધરોમાં આવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી સલમાન ખાન ઈદ પર તેમની ફિલ્મો રજૂ કરી રહ્યાં છે. મહત્વની વાત એ છે કે ઈદ પર રિલીઝ થતી દરેક ફિલ્મો પ્રથમ દિવસે Box Office પર રેકોર્ડ બનાવે છે. જો વાત કરીએ રિલીઝ થનારી ફિલ્મ ભારતના પહેલા દિવસની કમાણી વિશે તો ફિલ્મથી ધણી આશા રાખવામાં આવી રહીં છે.

આ પણ વાંચો: વિશ્વ કપની આજની મેચમાં ન્યૂઝીલેન્ડની સામે શ્રીલંકાને જીતવું મુશ્કેલ પડી શકે છે, જુઓ VIDEO

ફિલ્મમાં સલમાન ખાન સાથે કેટરિના કૈફ પણ અભિનય કરતા જોવા મળશે. ફિલ્મના પ્રથમ દિવસનું કલેક્શન 30 કરોડ સુધીનું થાય તેવુ અનુમાન છે. સલમાનની ઈદ પર રિલીઝ થતી તમામ ફિલ્મો પ્રથમ દિવસે કમાણીનો નવો રેકોર્ડ સ્થાપિત કરે છે.ત્યારે ભારત પાસેથી પણ આવી અપેક્ષા ફિલ્મ નીર્માતાઓ રાખી રહ્યાં છે. ઈદના દિવસે એટલે કે 5 જૂને ક્રિકેટ વિશ્વ કપમાં ભારતનો પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા સાથે યોજાવાનો છે. પરંતુ વેપાર વિશ્લેષક માને છે કે ક્રિકેટ મેચથી ફિલ્મની કમાણીમાં વધારે અસર નહીં થાય.

READ  બોલીવુડના સુપરસ્ટાર હિરો અને હિરોઈનના નામ પાછળ પણ છૂપાયેલું છે એક બીજું નામ

 

સલમાન ખાનની એ ફિલ્મો વિશે જણીએ જે ઈદના દિવસે રિલીઝ થઈ હતી.

Race 3 (2018)

ગત વર્ષે રેસ અને રેસ-2 ની સફળતા પછી સલમાન ખાનની રેસ 3 2018 માં રીલીઝ થઈ હતી. ઈદ પર રિલીઝ થયેલી આ ફિલ્મે પ્રથમ દિવસે Box Office પર 29.17 કરોડની કમાણી કરી હતી.

Tubelight (2017)

ફિલ્મ ટ્યૂબલાઇટે બોક્સ ઓફિસ પર 100 કરોડની કમાણી કરી હતી પરંતુ ફિલ્મને વધારે પસંદ કરવામાં આવી નહોતી. આ ફિલ્મે પ્રથમ દિવસે Box Office પર 21 કરોડની કમાણી કરી હતી.

READ  મોદી સરકારની બીજી ટર્મમાં બદલાઈ શકે છે અમિતશાહનો રોલ, બનશે મંત્રી?

Sultan (2016)

સલમાન ખાનની સુપરહિટ ફિલ્મોમાંની એક ફિલ્મ સુલ્તાન છે. આ ફિલ્મે પ્રથમ દિવસે Box Office પર 36.54 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મમાં સલમાનખાન એક રેસલરની ભૂમિકામાં જોવા મળ્યાં હતા. આ ફિલ્મમાં સાથે અભિનેત્રી અનુષ્કા શર્મા પણ જોવા મળી હતી.

 Bajrangi Bhaijaan (2015)

સલમાન ખાનની બજરંગી ભાઈજાને પ્રથમ દિવસે Box Office પર 27.25 કરોડની કમાણી કરી હતી. કબીર ખાન દ્વારા દિગ્દર્શિત બજરંગી ભાઈજનમાં સલમાન સાથે કરિના કપૂર ખાન ખૂબ મહત્વની ભૂમિકામાં દેખાયા હતા.

READ  Video:વેરાવળ આવનાર વાવાઝોડાનો બદલાયો રસ્તો, પોરબંદર તરફ આવી રહ્યું છે વધારે ઝડપથી ચક્રવાત, થઈ જાઓ સાવધાન

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Oops, something went wrong.
FB Comments