ચૂંટણીમાં મતદાન સમયે ભારતના એકમાત્ર બૂથ પર એકમાત્ર વોટર એવા ભરતદાસજી બાપુનું નિધન

junagadh bharatdas

ભારતનું એકમાત્ર એવું મતદાન મથક કે જ્યાં એક જ વોટથી સો ટકા મતદાન પૂર્ણ થઈ જતું હતું. આવા જૂનાગઢના બાણેજ મતદાનમથક માટે હવે વિશેષ મતદાન ક્યારેય નહીં થઈ શકે. કારણકે, આ મતદાન મથકના એકમાત્ર મતદાર એવા ભરતદાસજી બાપુનું આજે નિધન થયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જૂનાગઢમાં દીપડાનો વીડિયો વાયરલ! ગીરના જંગલમાં રસ્તો રોકીને ઉભેલા દીપડાનો જુઓ VIDEO

જૂનાગઢ લોકસભા મતવિસ્તારમાં આવતાં સાસણગીરના જંગલમાં બાણેજ ગામથી 20 કિલોમીટર દૂર આવેલાં શિવમંદિરના પૂજારી એવા ભરતદાસજી બાપુનું રાજકોટમાં સારવાર દરમિયાન એક હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓને કીડનીની બીમારીની સારવાર માટે દાખલ કરવામાંમાં આવ્યાં હતાં.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચોઃ રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીઃ 9 જિલ્લાના 115 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું કર્યું વેચાણ

ભરતદાસજી બાપુને દેશભરમાં એકમાત્ર મતદાર હોવાનું માન મળ્યું હતું. વર્ષ 2009થી ભારતના ચૂંટણીપંચે તેમના માટે વિશેષ મતદાન મથક ઉભું કર્યું હતું. જેના થકી તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે. ભરતદાસજી બાપુ મત આપી શકે તે માટે મતદાનના દિવસે બે સુરક્ષાકર્મી અને ચૂંટણીકર્મીઓનો કાફલો પોલિંગ બૂથ પહોંચી જતો હતો. જ્યાં આવીને ભરતદાસજી બાપુ મતદાન કરતા અને 100 ટકા મતદાન કામગીરી સંપન્ન થતી હતી. ભરતદાસજી બાપુએ છેલ્લે લોકસભા ચૂંટણી દરમિયાન મતદાન કર્યું હતું. હવે તેમના નિધનના પગલે ચૂંટણી પ્રક્રિયા દરમિયાનની આ વિશેષતાનો પણ અંત આવી રહ્યો છે.

READ  Gujarat Fatafat : 12-12-2016 - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments