ભાજપે લોકોના ‘દિલ અને દિમાગ’માં સ્ટ્રાઈક કરીને મત મેળવવા માટે બનાવી રણનીતિ

ભાજપ હવે ગુજરાતમાં 26 સીટો જીતવા માટે જાદુગરોનો ઉપયોગ કરશે અને દરેક લોકસભા સીટમાં ભાજપના જાદુગરો મનોરંજન કરીને માટે વોટ માંગશે

આ ઉપરાંત ભાજપે 52 જેટલાં LED  પ્રચાર રથ તૈયાર કર્યા છે જેમાં ભાજપ સરકારના કાર્યોની માહિતી આપવામાં આવશે સાથે જ ભાજપે તૈયાર કરેલાં ત્રણ જેટલાં ચોકીદાર થીમના સોંગ પણ સંભળાવવામાં આવશે.

મતદારોને રિઝવવીને સ્ટ્રાઈક કરવા માટે 56  LED પ્રચાર રથ

ભાજપે હવે ગુજરાતના મતદારોના દિલ અને દિમાગ ઉપર પ્રચારનો સર્જીકલ સ્ટ્રાઇક કરવાની રણનીતિ બનાવી લીધી છે એટલે કે મતદારોના દિલ ઉપર સીધી રીતે અસર કરવા માટે LED પ્રચાર રથોને પણ લોન્ચ કરવામાં આવ્યા છે.  આ LED પ્રચાર રથોમાં 3 પ્રકારના થીમ ગીતો મુકવામાં આવશે જેમાં સરકારની ઉપલબ્ધીઓ ગણાવાશે. તે સિવાય’ હું ચોકીદાર છું’ તેવા થીમથી લોકો સુધી માહિતી આપવામા આવશે.

ભાજપના LED સ્ક્રીન પ્રચાર રથમાં  ‘મોદી હૈ તો મુમકીન હૈ’ જેવી શોર્ટ ફિલ્મ પણ દેખાડવામા આવશે. દરેક લોકસભામાં શહેરી વિસ્તારો હોય કે ગ્રામ્ય વિસ્તારો ત્યાં આ LED રથ લઈ જવામાં આવશે, જેથી લોકો સુધી માહિતી પહોચાડીને મતો લેવાના પ્રયાસ થઈ શકે. આમ ભાજપે લોકોના દિલ પર સ્ટ્રાઈક કરવાની તૈયારી કરી લીધી છે.

જાદૂગરોના ખેલના મનોરંજનથી લોકોના મત મેળવવાનો પ્રયાસ

જ્યારે મતદારોના મગજ સુધી પહોચવા માટે ભાજપ હવે જાદુગરોનો ઉપયોગ કરશે. ભાજપ માટે જાદુગરીનો શો કરવા આવેલા મહારાષ્ટ્રના જાદુગર એસ લાલની માનીએ તો જાદુગરીથી મનોરંજન મળી શકે છે પણ સાથે અમે મતદારોને ભાજપની તરફે મત આપવા અપીલ કરીશું.  જો વિકાસ જોઇએ તો ભાજપને મત આપો તેવા પ્રકારના જાદુ પણ દેખાડીશુ. આની અસર સીધી રીતે માનસિકરુપે થાય છે. જાદુ દરમિયાન ભાજપના ચિન્હ, ભાજપનો ધ્વજ, ભાજપનો ખેસ, વડાપ્રધાનનો ફોટો વિગેરે દેખાડીશું તો લોકોના મનમાં આ વાત ઘર કરી જશે જેથી તેનો લાભ ભાજપને મળશે.

ગુજરાતી જાદૂગરોનો જાદૂ ન ચાલ્યો તો આ વખતે મહારાષ્ટ્રના જાદૂગરો!

ભાજપ એવું સ્વીકારી રહી છે કે ગુજરાતના જાદૂગરોનો જાદૂ 2017ની લોકસભાની ચૂંટણીમાં વધારે ચાલ્યો નહોતો આથી જ આ વખતે ભાજપે ગુજરાતના જાદૂગરોને અલવિદા કહીને મહારાષ્ટ્રના જાદૂગરોને મેદાનમાં ઉતાર્યા છે. હવે જોવાનું એ રહેશે કે  ગુજરાતના જાદૂગરો જે ના કરી શક્યાં તે શું મહારાષ્ટ્રના જાદૂગરો કરી બતાવશે? આ બધાની વચ્ચે મહારાષ્ટ્રથી જાદૂગરો બોલાવતા ગુજરાતના જાદૂગરોને કચવાટ છે.

 

Rathyatra 2019 Special : 'E Halo Karnavati Bhai Jagannath Jova' By Maulika Dave

FB Comments

Anil Kumar

Read Previous

જાણો લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ માટે અમદાવાદ શા માટે વધારે મહત્ત્વ ધરાવે છે?

Read Next

લોકસભા ચૂંટણી 2019: ભાજપનું સંકલ્પ પત્ર આજે થઈ શકે છે જાહેર, આ મોટી જાહેરાતો થઈ શકે?

WhatsApp પર સમાચાર