ભરૂચના બુટલેગરના આખા ઘરમાં પોલીસે કરી દારૂની શોધખોળ પણ ક્યાંય ન દેખાયો દારૂ, આખરે ઘરની છતે ફોડ્યો આખો ભાંડો, જુઓ VIDEO

ભરૂચ એ ડિવિઝન પોલીસે લોઢવાડ ટેકરા વિસ્તારમાં મકાનની છતમાં બનાવાયેલ ચોરખાનામાંથી નાની મોટી ૩૦૦ બોટલ વિદેશી દારૂ ઝડપી પાડયો છે.

બુટલેગર નરેશ કહારે પોતાના મકાનની છતમાં પીઓપી સીલિંગ કરાવી તેમાં ચોરખાનું બનાવી, દારૂની બોટલ સંતાડી શકાય તેવી વ્યવસ્થા કરાવી હતી પરંતુ પોલીસે આ ચોરખાનું ઝડપી પડી દારૂનો મોટો જથ્થો કબ્જે કર્યો છે.
ભરૂચ પોલીસ નશાબંધીના કડક અમલીકરણ માટે એડીચોટીનું જોર લગાવતા બુટલેગરો પણ અવનવા કીમિયા અજમાવી રહ્યાં છે. ભરૂચ પોલીસે અગાઉ મકાનના કબાટ નીચે બનાવેલ ભોંયરું ઝડપી પાડી દારૂ કબ્જે લીધા બાદ હવે ચોરખાનામાંથી દારૂ ઝડપી પાડયો છે.
એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન કે ગોસ્વામીને એસ્ટીમ કારમાં દારૂની ભરૂચમાં ખેપ મારવામાં આવતી હોવાની બાતમી મળી હતી. તે અનુસાર વૉચ ગોઠવવામાં આવી જેમાં બાતમી અનુસારની કાર સાથે નિસર્ગ ઉર્ફે બીટ્ટુ કાયસ્થને ઝડપી પડાયો. કારની તલાશી લેવામાં આવતા ૪૮ બોટલ બિયર મળી આવી. વધુ પૂછપરછમાં આરોપીએ બીજો જથ્થો લોઢવાડના ટેકરા ઉપર રહેતા નરેશ કાહારને આપ્યો હોવાનું જણાવતા પોલીસે નરેશના મકાનમાં રેડ કરી તલાશી લીધી હતી પરંતુ દારૂ મળી આવ્યો ન હતો. સચોટ માહિતી છતાં દારૂનો જથ્થો મળી ન આવતા એક સમયે પોલીસ મૂંઝવાઇ હતી જોકે મકાનની સિલિંગમાં એક જગ્યાએ લાઈટના બોક્સના સ્થાને ખાંચો નજરે પડતા પોલીસે નજર કરતા દારૂનો મોટો જથ્થો પકડી પાડયો હતો.

જુઓ VIDEO:

એ ડિવિઝન પોલીસે આ મામલે નાની મોટી દારૂની ૩૦૦ બોટલ કબ્જે કરી નરેશ કહાર અને નિસર્ગ કાયસ્થની ધરપકડ કરી રૂપિયા ૨.૩૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

 

[yop_poll id=1056]

FB Comments

Ankit Modi

Read Previous

ગોવામાં દરેક પર્યટકને મળી રહી છે મફતમાં બીયર, કરવું નથી કોઈ કામ, હરો-ફરો, પીવો બીયર અને કરો આરામ

Read Next

નરેન્દ્ર મોદીના નાના બહેને PM બનવા અંગે આપ્યું એવું મોટું નિવેદન કે સવાલ પૂછનાર જ નહીં, આખા દેશને મળી ગયો જવાબ

WhatsApp chat