મુહૂર્ત સાચવવા ભરુચમાં કોંગી ઉમેદવારે કાર છોડી અને મોટરસાયકલની સવારી કરવી પડી!

ભરુચના ઉમેદવારે આજે નામાંકન ભરવાના છેલ્લાં દિવસે પોતાની કાર છોડી દીધી હતી. થયું એવું કે આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવા જતા ત્યાં લોકોની ભીડ સાથે ચક્કાજામ થઈ ગયો હતો આથી કાર સાથે નીકળવાનું મુશ્કેલ હોવાથી કોંગી ઉમેદવારે મોટરસાયકલ હંકારી મુકી હતી. 

ભરૂચ બેઠક ઉપર અનેક અટકળો બાદ આખરે આજે કોંગ્રેસે મુરતિયાની જાહેરાત કરી હતી. ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે સવારે ભરૂચ જિલ્લા કોંગ્રેસના યુવા પ્રમુખ શેરખાન પઠાણને ઉમેદવાર જાહેર કરવામાં આવતા ઉત્સાહ સાથે ટૂંકા સમયગાળામાં ઉમેદવારીપત્ર ભરવા માટે કોંગી નેતાઓમાં દોડધામ જોવા મળી હતી.

READ  વડોદરામાં Swiggyનો ડિલીવરી બોય 6 બિયરના ટીન સાથે ઝડપાયો, જુઓ VIDEO

કોંગી ઉમેદવાર શેરખાન પઠાણે ઉમેદવારી પત્ર ભરવા કલેકટર કચેરીએ જતા પહેલા ભરૂચ રેલવેસ્ટેશન સ્થિત ડો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવાની ઈચ્છા વ્યક્ત કરતા ઉમેદવાર પાછળ મોટી સંખ્યામાં ટેકેદારો પણ બાબાસાહેબની પ્રતિમા પાસે પહોંચ્યા હતા જ્યાં ફુલહાર બાદ ભારે ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી.

 

ટ્રાફિકના કારણે ઉમેદવારીપત્ર ભરવાનું મુહૂર્ત હાથથી નીકળતું નજરે પડતા કોંગી કાર્યકરોએ લક્ઝુરિયસ કારના સ્થાને મોટરસાઇકલ ઉપર ઉમેદવારને બેસાડી કોંગ્રેસ ઓફિસ તરફ રવાના થઇ ગયા હતા. જ્યાં ઉમેદવારીપત્રની કાર્યવાહી આટોપી ટ્રાફિકમાં ફસાયેલી કાર બહાર નીકળતા તેમાં ફરી સવાર કરી શેરખાનને ઉમેદવારીપત્ર ભરવા રવાના કરાયા હતા.

READ  ખેડૂતોની સાથે છેતરપિંડી? યુરિયા ખાતરમાં પણ થઈ રહી છે ભેળસેળ, જુઓ VIDEO

 

Top 9 Business News Of The Day: 18/2/2020| TV9News

FB Comments