ચૂંટણી આવતા તહેવારોમાં પણ રાજકીય રંગ, ભરુચમાં હોલિકા દહનમાં ‘મૈં ભી ચોકીદાર’ થીમ પર તૈયાર કરાયેલી રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની

ભાજપે કોંગ્રેસના ‘ચોકીદાર ચોર હૈ’ ના વિરુદ્ધમાં શરુ કરેલું અભિયાન ‘મૈં ભી ચોકીદાર’ રંગ લાવી રહ્યું છે. હોળીના દિવસે ભરુચમાં આ થીમને લઈને એક રંગોળી પણ બનાવવામાં આવી હતી જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. 

પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ચૂંટણીના માહોલ વચ્ચે પોતાના નામ આગળ ચોકીદાર શબ્દ ઉમેરવામાં આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂત્રને લોકોએ અપનાવ્યું છે. મોદી મંત્રની અસર આજે હોલિકા દહનના શણગારમાં પણ નજરે પડી હતી. દાંડિયાબજારના રહીશોએ હોળીની ફરતે ‘મેંં ચોકીદાર હું’ ની રંગોળી બનાવી હતી. હોળીના દિવસે આ રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની હતી.

 

 

સ્થાનિક અગ્રણી રાજેશ રાણાએ જણાવ્યું હતું કે તેમણે 12 ફૂટની રંગોળી બનાવી છે. આ રંગોળીમાં વડાપ્રધાન મોદીના ‘મેં ભી ચોકીદાર હું’ નો સંદેશ અપાયો છે તેને દર્શાવવામાં આવ્યો છે.  હોલિકા દહનના દિવસે આ રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની હતી અને લોકોએ તેને નિહાળી હતી. આમ ચૂંટણી નજીક આવવાની સાથે જ  રાજકીય પક્ષો દ્વારા શરુ કરાયેલાં અભિયાન હવે લોકો એનકેન પ્રકારે અપનાવી રહ્યા અને તેનો પ્રચાર કરી રહ્યાં છે.

Surat: Rs 14 lakh stolen from an ATM on Ichhapor main road| TV9GujaratiNews

FB Comments

Ankit Modi

Read Previous

5 બેઠકની પેટા ચૂંટણી જીતવા ક્યાંક ભાજપ 4 લોકસભાની સીટ તો નહીં હારી જાય ને! ભાજપ હાઈ કમાન્ડમાં ચિંતાનો માહોલ

Read Next

જાણો ક્યાં વિદેશી બેટ્સમેને વિરાટ કોહલીના વખાણ કરીને તેમના જેવું પ્રદર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી?

WhatsApp પર સમાચાર