ભરૂચના મુસાભાઈ છે વિચિત્ર ભૂખનો શિકાર જુઓ વીડિયો

સ્વાદના ચટાકા દરેકને આકર્ષિત કરતા હોય છે કોઈને મીઠું ભોજન ભાવતું હોય છે તો કોઈને તીખું પણ ભરૂચમાં એક એવા વ્યક્તિ રહે છે જેમને અનોખા ભોજનની તલપ રહેતી હોય છે.


ભરૂચના મુસાભાઈ ધોબીને આગની ભૂખ લાગે છે જેને સંતોષવાની તેમની રીત પણ અનોખી છે. આગનું તણખલુ શરીરને સ્પર્શે તો આપણને દર્દ થાય છે પણ તણખલુ નહિ પરંતુ આગ કોઈનું ભોજન હોય તો કલ્પના માત્રથી દર્દનો અહેસાસ થાય પણ આ હકીકત છે. ભરૂચના શેરપુરા ગામના મુસાભાઈ ઇબ્રાહિમ ધોબી અનોખી શારીરિક ક્ષમતા સાથે વિચિત્ર ભૂખનો શિકાર છે.

 

મુસાભાઈ ભોજન માટે ડાઇનિંગ ટેબલ ઉપર બેસે ત્યારે પ્લેટમાં શાક રોટલી કે દાળ – ભાત , મિસ્ટાન નહિ પરંતુ માચીસની ડબ્બીઓ લાવવામાં આવે છે. આ માચીસ મુસાભાઈની આગની ભૂખ સંતોષવા માટે આપવામાં આવે છે. મુસાભાઈ એક પછી એક સળગતી દીવાસળીઓ મોં માં રાખી પોતાની આગની ભૂખ સંતોષે છે. મુસાભાઈએ શરૂઆત એક બે સળગતી દીવાસળીથી કરી હતી ત્યારબાદ 10 થી 20 દીવાસળી એકસાથે સળગાવી મોં માં રાખે છે.

મુસાભાઈ ઇબ્રાહિમ ધોબી અનુસાર જેમ આપણને ભોજન માટે ભૂખ લાગે છે તેમ એમને આગની ભૂખ લાગે છે. દરરોજ 3-4 બોક્સ દીવાસળી સળગાવી મોં માં મૂકે તો જ તેમને સંતોષ થાય છે. છેલ્લા 15 વર્ષથી આ ભૂખનો તેઓ શિકાર છે. એક દીવાસળીથી શરૂઆત બાદ આજે એકસાથે 30 થી 35 દીવાસળી સળગતી મોં માં મુકવા છતાં તેમને ઇજા થતી નથી.

મુસાભાઈનો પરિવાર અને મિત્રો પણ તેમની વિચિત્ર ભૂખથી આશ્ચર્યચકિત છે. તેમને આગનો ભોજન લેતા જોવા ઘણીવાર મિત્રો ખાસ તેમના ઘરે પહોંચે છે. મુસાભાઈનો દાવો છે કે કોઈ દવા કે ઝહેર પણ તેમને અસર કરતા નથી.

મુસાભાઈના મિત્ર વસીમ મલેક અનુસાર તેઓ બાળપણથી જોતા આવ્યા છે. મુસાભાઈ અસાધારણ વ્યક્તિ છે, મુસાભાઈને માત્ર આગ નહિ પરંતુ દવા અને ઝહેર પણ અસર કરતી ન હોવાનો તેમનો દાવો છે. જેમની શારીરિક રચના અને ક્ષમતા અનોખી છે. મુસાભાઈની આગની ભૂખ ચોક્કસ સંશોધનનો વિષય જણાઈ રહ્યો છે.

 

Surat: Death toll in fire at at a coaching centre in Sarthana area rises to 21- Tv9

FB Comments

Ankit Modi

Read Previous

વડાપ્રધાને વારાણસીમાં ભર્યુ ઉમેદવારી પત્ર, આટલા કરોડની મિલકતના છે માલિક

Read Next

મુકેશ અંબાણીએ મિલિંદ દેવડાને કર્યો સપોર્ટ તો તેમના પુત્ર અનંત અંબાણી વડાપ્રધાન મોદીની રેલીમાં જોડાયા

WhatsApp chat