ભરુચના ઝાડેશ્વર વિસ્તારમાં નર્મદા નદીના કિનારે પરિવારની સામૂહિક આત્મહત્યા, ભાઈ-બહેનનો મૃતદેહ મળી આવ્યો

ભરૂચના ઝાડેશ્વર સ્થિત નર્મદા કિનારે વહેલી સવારે બે લાશ નજરે પડતા તંત્ર દોડતું થયું હતું . નજીકમાં પડેલા પર્સની તપાસમાં વલસાડના અબ્રામાથી ભરૂચ મહાદેવના દર્શને નીકળેલા માતાએ બે સંતાનો સાથે ઝેરના પારખા કરી નર્મદામાં જળસમાધિ લીધી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ભાઈ બહેનના મૃતદેહ પોસ્ટ મોટર્મ માટે રવાના કરી માતાની શોધખોળ હાથ ધરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  VIDEO: રાજકોટમાં જયંતિ રવિએ રોગચાળા અને બાળકોના મૃત્યુને લઈ અધિકારીઓને ખખડાવ્યા

વહેલી સવારે નર્મદા કિનારે કેટલાક શ્રદ્ધાળુઓને બે લાશ કિનારા ઉપર નજરે પડતા પોલીસને જાણ કરાઈ હતી. ઘટનાસ્થળે પહોંચી પોલીસ તાપસ કરતા નજીકમાં ત્રણ લોકોના પગરખાં અને પર્સ મળી આવ્યું હતું. પર્સની તપાસ કરવામાં આવતા વલસાડના અબ્રામા ખાતે રહેતા 61 વર્ષીય રંજન સાગર, તેમનો 25 વર્ષીય પુત્ર રામકુમાર અને 41 વર્ષીય પુત્રી મૌસમીના આધારકાર્ડની નકલ સાથે એક અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી.

READ  Gir-Somnath : Body of fisherman who died in Pak jail, brought to Gujarat - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

અમે જાતે અમારા જીવનનો અંત લાવીએ છે અમને મોક્ષ મળે અને દુનિયાની તકલીફોથી અમારી આત્માને શાંતિ મળે અમને કોઈનું દબાણ નથી અને આ આત્મહત્યા પાછળ કોઈ જવાબદાર નથી.  આમ આ કારણ મળી આવેલી ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું છે.

READ  સરદાર સરોવર ડેમ 137 મીટરની ઐતિહાસિક જળ સપાટીએ, 23 દરવાજા ખોલવામાં આવ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મામલો સામુહિક આત્મહત્યાનો હોવાનું બહાર આવતા ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. અંતિમ ચિઠ્ઠીમાં ઉલ્લેખ માતા અને પુત્ર – પુત્રીનો છે જયારે લાશ માત્ર ભાઈ – બહેનની મળી આવતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ હતી. સીસીટીવીની તપાસ કરવામાં આવતા નર્મદા ઘાટના સીસીટીવી બંધ હોવાનું બહાર આવતા બે પુત્રો સાથે માટે આત્મહત્યા કરી કે વિચાર બદલી નાખ્યો તે ઉપરથી હજુ પડદો ઊંચકાયો નથી જોકે તપાસમાં બહાર આવ્યું છે કે ગઈકાલે રંજન સાગર સંતાનો સાથે ભરૂચ મહાદેવના દર્શને નીકળ્યા હતો જેમનો બાદમાં કોઈ પત્તો ન હતો.

READ  VIDEO: નર્મદા ડેમ ઐતિહાસિક સપાટી પર, જળસપાટી 133.06 મીટરે પહોંચી

ભરૂચના ડીવાયએસપી ડી પી વાઘેલાએ જણાવ્યું હતું કે સવારે નર્મદા કિનારે બે લાશ મળી આવી હતી ઓવારાના પગથિયાં ઉપર બેગ , ચપ્પલ અને પર્સમાંથી સુસાઇડ નોટ મળી છે હજુ માતા રંજનબહેનની બોડી મળી નથી ત્રણેય દ્વારા હસ્તાક્ષર કરાયેલ અંતિમ ચિઠ્ઠીમાં જાતે આત્મહત્યા કર્યા જણાવ્યું છે માતાની શોધખોળ ચાલુ છે. ભરૂચ પોલીસે આસપાસના વિસ્તાર ઉપરાંત નર્મદા કાંઠે પેટ્રોલિંગ ટિમો રવાના કરી લાપતા રંજન સાગરની શોધખોળ શરુ કરી ઘટના પાછળનું કારણ બહાર લાવવા તપાસ શરુ કરી છે.

 

[yop_poll id=”1″]

 

 

FB Comments