ભરૂચમાં નર્મદા નદી ભયજનક જળસપાટીથી 7 ફૂટ ઉપર પહોંચી, કાંઠા વિસ્તારમાંથી 2400 લોકોને સલામત સ્થળે ખસેડાયા

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક વધતા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાવામાં આવ્યું છે. જેના પગલે ભરૂચ જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકામાં કાઠાં વિસ્તારમાંથી 2400 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.

આ પણ વાંચો: બોલીવૂડ અભિનેતા સૈફ અને કરીનાનો પુત્ર તૈમૂર ગણપતિની જયકાર કરતો VIDEO વાઈરલ

નર્મદા નદીની જળસપાટી 31 ફૂટે પહોંચી છે. નર્મદા તેની ભયજનક સપાટીથી 7 ફૂટ ઉપર વહી રહી છે. ભયજનક કરતા ઉપર વહેતી નર્મદાને કારણે કાંઠાવિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે. નર્મદા નદીનું જળસ્તર વધતા ભરૂચ આસપાસના વિસ્તારમાં જનજીવન પ્રભાવિત થયું છે. હજુ પણ નર્મદાનું જળસ્તર વધવાની શક્યતાને પગલે તંત્રએ NDRFની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  મકરસંક્રાંતિના તહેવારમાં વાસી ઉત્તરાયણનું પણ સરખું જ મહત્વ, લોકો ઉત્સાહભેર કરી રહ્યા છે ઉજવણી

FB Comments