ભરુચના આ વિસ્તારના પરિવારો ક્યારેય પણ પાણીની સમસ્યાને લઈને હેરાન થયા નથી!

ભરુચમાં આવેલાં કોટ પારસીવાડ ખાતે ક્યારેય પણ પીવાના પાણીની સમસ્યાને લઈને ચિંતા કરવાની જરુર પડી તેનું કારણ જાણીને તમને નવાઈ લાગશે. આ કોટ પારસીવાડના મકાનોમાં એવી વ્યવસ્થા પૂર્વજો દ્વારા કરાયેલી છે કે વરસાદના પાણીનો સંગ્રહ થઈ શકે. હજી પણ આપણે ઈમારતો તો બનાવીએ છીએ પણ વરસાદ સમયે પાણીનો બચાવ કેવી રીતે કરી શકાય તે વિશે પગલા લેતા નથી.

આ પણ વાંચો: ચૂંટણી પંચની આકરી કાર્યવાહી, પશ્ચિમ બંગાળમાં પ્રચારનો એક દિવસ ઘટાડી દીધો

ભરુચના કોટ વિસ્તારમાં રહેતા સ્થાનિકોનું કહેવું છે અમારા પૂર્વજોએ જે સમજીને વ્યવસ્થા ઉભી કરી છે તેનો અમે હાલ લાભ લઈ રહ્યાં છીએ. ઘરમાં એવી રીતે કૂવાનું નિર્માણ કરાયું છે તેમાં સીધું વરસાદના પાણીને સંગ્રહ કરી શકાય. આમ વર્ષ દરમિયાન વરસાદનું ટીપેટીપું આ કૂવામાં સંગ્રહ થઈ જાય છે. સ્થાનિકો કહે છે કે આ કૂવો આશરે 200 વર્ષ જૂનો છે અને આજેપણ તેના પાણીનો ઉપયોગ પીવાના પાણી અને ધાર્મિક વિધી માટે કરવામાં આવે છે.

 

 

ગમે તેવી સ્થિતિ આવે પણ આ કૂવામાંથી પીવાનું પાણી મળી રહે છે અને  તેના લીધે અહીંના રહેવાસીઓને પાણીને લઈને કોઈ વિશેષ ચિંંતા કરવાની જરુર પડતી નથી. આ કૂવામાં રહેવાસીઓ સાથે આજુબાજુના લોકોને પણ પીવાનું પાણી મળી રહે છે અને ગુજરાતમાં જળને લઈને સંકટ છે ત્યારે આપણને આ પૂર્વજોની સમજણ યાદ આવે છે. વિવિધ ગામોમાં લોકો પાણી માટે વલખાં મારી રહ્યાં છે જ્યારે આ  ઘરમાં જ કૂવાઓ લોકોને પાણી પુરુ પાડે છે.

FB Comments

TV9 WebDesk8

Read Previous

ભારતીય મિસાઈલોની ખાડી દેશોમાં ભરપૂર માગ, કરાશે હથિયારોની નિકાસ

Read Next

નર્મદા નદીની સ્થિતિ કફોડી, ઠલવાઈ રહ્યું છે સુએજનું પાણી, જુઓ VIDEO

WhatsApp પર સમાચાર