ગુજરાતના RTO ચેકપોસ્ટની સરકારી ગાડી મહારાષ્ટ્રની સરહદમાં ગઈ અને પછી જુઓ શું થઈ ગાડીની હાલત!

વલસાડ જિલ્લાના જિલ્લાની ભીલાડ RTO ચેકપોસ્ટની સરકારી ગાડીને અકસ્માત નડતા ચકચાર મચી ગઈ છે. ભીલાડ RTOની સરકારી ગાડી અમદાવાદ મુંબઈ હાઇવે પર મહારાષ્ટ્રના અછાડ નજીકથી પસાર થઈ રહી હતી એ વખતે પાછળથી પૂર ઝડપે આવતા કન્ટેઈનરે આરટીઓની ગાડીને જોરદાર ટક્કર મારી દીધી હતી.

 

ભીલાડ RTOની ગાડી કન્ટેઈનરની ટક્કરથી રોડથી ફંગોળાઈને રોડની સાઈડમાં પલટી મારી ગઇ હતી. અકસ્માત વખતે ગાડીમાં ભીલાડ RTO પી.એસ ચૌધરી અને ડ્રાઇવર હતા. જોકે સદનસીબે બંનેનો ચમત્કારિક બચાવ થયો હતો.RTOની ગાડીને કન્ટેઈનરએ મારેલી ટક્કર એટલી જોરદાર હતી કે RTOની ગાડી કાટમાળમાં ફેરવાઇ ગઇ હતી. આ ઘટનાને પગલે મહારાષ્ટ્ર પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

READ  શિવરાજસિંહે ચૌહાણે જ્યોતિરાદિત્યનું ભાજપમાં કર્યુ સ્વાગત, જુઓ VIDEO

વધુમાં ભીલાડ RTOએ મહારાષ્ટ્રના તલાસરી પોલીસ સ્ટેશનમાં પોલીસને જાણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે અકસ્માત સર્જાયા બાદ કન્ટેનર ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. જેને ઝડપવા માટે મહારાષ્ટ્ર પોલીસે તપાસ હાથ ધરી છે. ગુજરાત RTOની ગાડી મહારાષ્ટ્રની સરહદમાં કેમ ગઈ તે બાબતે અધિકારીઓ મૌન સેવી રહ્યાં છે.

READ  જાણો ભારતમાં કેમ 20 નવેમ્બરના બદલે 14 નવેમ્બરે મનાવવામાં આવે છે બાળ દિવસ!

[yop_poll id=1100]

Oops, something went wrong.

 

 

FB Comments