છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલો, ભાજપના ધારાસભ્યનું મોત, 5 સુરક્ષા જવાન શહીદ

લોકસભાની ચૂંટણીના એક દિવસ પહેલાં જ નકસલીઓએ એક મોટો હુમલો કર્યો છે. નક્સલીઓ દ્વારા થયેલાં હુમલામાં ભાજપના નેતા ભીમા મંડાવીનું મોત નિપજ્યું છે.

દંતેવાડાના કુઆન્કોડા વિસ્તારમાં નક્સલીઓએ શ્યામગીરીમાં ભાજપના કાફલાને નિશાન બનાવ્યો હતો. નક્સલીઓએ આ હુમલામાં આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો અને જેમાં છત્તીસગઢ પોલીસના 5 જવાન શહીદ થયા તો સાથે ભાજપના ધારાસભ્ય ભીમા મંડાવીનું મોત થયું છે.

READ  'વાયુ' વાવાઝોડાને લઈને સરકાર સજજ, માછીમારોની 255 બોટ પરત બોલાવાઈ જુઓ VIDEO

ત્યાના ડીઆઈજીએ કહ્યું કે ઘટનાની જાણકારી અમને મળી છે, તાત્કાલિક વધારે જવાનોનો કાફલો પણ ઘટનાસ્થળે રવાના કરી દેવાયો છે. વિસ્તૃત જાણકારી મળે તેની રાહ જોવાઈ રહી છે અને હજી સુધી શહીદ થયા હોવાની પુષ્ટિ બાબતે મને કોઈ જાણકારી મળી શકી નથી.

 

 

નકસલી વિસ્તાર બસ્તરમાં 11 એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે. નક્સલીઓ સતત મતદાન ન કરવાનું ફરમાન આપી રહ્યાં છે. અગાઉ પણ નક્સલીઓએ કોંગ્રેસના એક કાફલા પર હુમલો કર્યો હતો જેમાં 30 લોકોના મોત થયા હતા.

READ  VIDEO: ગુજરાતમાં આગામી 72 કલાકમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યા ક્યા વિસ્તારોમાં પડશે વરસાદ

 

Oops, something went wrong.
FB Comments