નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા બાદ સાધ્વી પ્રજ્ઞાએ માગી માફી, ચૂંટણી પંચે આ નિવેદનને લઈને મગાવ્યો અહેવાલ

સાધ્વી પ્રજ્ઞાએ મહાત્મા ગાંધીને ગોળી મારનાર નથૂરામ ગોડસેને પોતાના એક નિવેદનમાં દેશભક્ત ગણાવ્યો હતો. આ નિવેદનને લઈને તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે કારણ કે આ બાબતે ચૂંટણી પંચે અહેવાલ માગ્યો છે.

ચૂંટણી પંચના ભોપાલના અધિકારી પાસે સાધ્વીના નથુરામ ગોડસે દેશભક્ત હોવાના નિવેદન બાબતે અહેવાલ માગ્યો છે. ચૂંટણી પંચે આ અહેવાલ શુક્રવાર સુધી પહોંચાડવાનું પણ કહ્યું છે. સાધ્વી પ્રજ્ઞાએ મહાત્મા ગાંધીની હત્યા કરનારા નથુરામ ગોડસને દેશભક્ત ગણાવ્યો. તેમણે કહ્યું કે નથુરામ ગોડસે દેશભક્ત હતા, દેશભક્ત છે અને તે દેશભક્ત રહેશે.

READ  શું લોકસભાની ચૂંટણીને લઈને હાર્દિક પટેલ આગામી સમયમાં કોંગ્રેસમાં જોડાશે?

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીની હંમેશા સાથે રહેતાં કાળા સુટકેસમાં શું હોય છે?

સાધ્વી પ્રજ્ઞાના આ નિવેદન બાદ રાજનીતિમાં ગરમાવો આવી ગયો હતો. ભાજપે પણ આ નિવેદનને લઈને પોતાનો બચાવ કરી લીધો હતો. ભાજપના પ્રવક્તાએ કહ્યું કે સાધ્વી પ્રજ્ઞાનું આ નિવેદન અંગત છે અને ભાજપ તેની સાથે સહમત નથી. અમિત શાહે પણ કહ્યું કે સાધ્વી પ્રજ્ઞાએ તે નિવેદનને લઈને માફી માગી લીધી છે. તેમણે વધુ ઉમેર્યું આ તેમના અંગત વિચાર છે અને તે બાબતે કશું કહી ન શકાય.

 

READ  VIDEO: વિશ્વમાં સૌથી ઊંચા સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ફરી લિફ્ટ બંધ પડી જવાની ઘટના મામલે હોબાળો

આ ઘટના બાદ કોંગ્રેસે પણ ભાજપ પર પ્રહારો કર્યા હતા અને સાધ્વીને મેદાનમાં ઉતાર્યા તેને લઈને સવાલો પણ કર્યા હતા. હવે જોવું એ રહ્યું કે ચૂંટણી પંચે અહેવાલ માગ્યો છો તો તેના પર કોઈ વિશેષ કાર્યવાહી કરાશે કે નહીં? આમ ચૂંટણી પંચના અહેવાલ માગવાથી સાધ્વી પ્રજ્ઞાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

સાધ્વી પ્રજ્ઞાએ ગોડસેના નિવેદન બાબતે માફી માગીને કહ્યું કે જો મારા નિવેદનથી કોઈના મનમાં ઠેસ પહોંચી છે તો હું બિલકુલ માફી માગું છું. હું મહાત્મા ગાંધીનું સમ્માન કરું છું. તેમણે જે દેશ માટે કર્યું તે ભૂલી શકાય તેમ નથી. મીડિયા દ્વારા મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું.

FB Comments